Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

પોરબંદરમાં કોરોના સંકટ સમયે બુઝાતી જતી માનવતાની જયોતઃ સ્મશાનના હિસાબ-માલ સમાનમાં ગરબડ?

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ર૪ :.. કોરોનાના સંકટ સમયમાં માનવતાની જયોત બુઝાય રહી હોય તેમ સ્મશાનના હિસાબો અને માલ-સમાન સ્ટોકમાં ગરબડની ચર્ચા ઉપડી છે.

શ્રીમદ્ ભગવદ ૧૮ મું મહાપુરાણ શ્રી કૃષ્ણનું સાક્ષાત સ્વરૂપ ભાગવદ રચીતા અઢારમાં વ્યાસે દર્શાવેલ છે. અને પ્રત્યક્ષ સ્વરૂપ શ્રી કૃષ્ણનું દર્શાવેલ. શ્રીમદ ભાગવદના પ્રચાર અર્થે પાંડવકુળના કે નજીકના મહાપરાક્રિમ રાજવી પરિક્ષણનું શ્રવણ કર્તા તરીકે તેમજ વેદ વ્યાસની ભવિષ્ય શ્રોતાને સંભળાવવા ઉદ્બોધનકર્તા શુકદેવજી શ્રોતા વ્યાસ તરીકે દર્શાવેલ. નારદજીએ આ મહામીહમાની પ્રેરણા શ્રી પરીક્ષીત રાજાને સમજાવી. શુકદેવજીને વ્યાસાસને સાંભળવા મોક્ષની પ્રાપ્તી માટે માર્ગ દર્શાવેલ અને નદીના કિનારે સાંભળવા ભાગવત સપ્તાહનું આયોજન કરાવેલ. એનો જાણી સત્યધરના  છે કે શુકદેવજી મુળ પોપટનો અવતાર પૂર્વ ભવનો ચૌદવરસ સુધી માણસ ગર્ભમાં રહેલ તે કથા વાસ્તવીક રીતે ઘણી લાંબી છે. પરિક્ષીત રાજાને ઋષિ પુત્રનો શ્રાપ મૃત તક્ષકનાગ કરડવાનો તે આધારે માંથી પ્રાપ્ત માટે શ્રીમદ્ ભાગવદ રસપાન કરાય છે.

શ્રીમદ્ ભાગવતનું રસપાનની શરૂઆતમાં ધર્મ-ભકિત અને કળીયુગનો પ્રભાવ વર્ણન આબેહુબ દર્શાવેલ છે તે મુજબ અક્ષરક્ષઃ વાણી સત્ય ઠરી જાય છે.

હિન્દુ સ્મશાન ભૂમિમાં વપરાતુ ઘી પણ છોડતા તેમ કહેવાય છે ત્યારે મૃતકના અંતિમ સંસ્કારમાં અપાતા માલ-સામાન લાકડા-છાણના  હિસાબમાં પણ ગરબડ  ઘટ બાબતે અગાઉ એક જવાબદારે નગરપાલીકાનાં સત્તાધીશોને આંકડાકીય માહિતી સાથે અગાઉ રીપોર્ટ કરેલ.  કમીટી સુધી વાત પહોંચી અને કમીટીના સભ્યોએ ચર્ચાઓ કરી મૌન રહી રાહત આપી ની ચર્ચા છે.

સ્મશાન ભૂમિનું રીનોવેશનનું કોન્ટ્રાકટ પધ્ધતીથી ઘણા લાંબા સમયથી અપાયેલ છે. શરત મુજબ આ કામ સમય મર્યાદામાં પુરૂ કરવામાં આવેલ. અને કોન્ટ્રેકટરે જે રકમ  ભરી તે  શિસ્કારો નીકળી જાય તેવી છે.

ચર્ચીત હકિકત પ્રમાણે ટકાવારીનો મોટો અંધકારમય વાદળ છવાય ગયેલ છે. કોઇપણ વ્યકિત માનવતાની લક્ષ્મણ રેખા ઓળંગે નહીં તેટલી રકમ સ્મશાન રીનોવેશન ખર્ચની મંજૂરી કરી છતાં ટેન્ડરમાં દર્શાવેલ સમય મર્યાદામાં કામ પૂર્ણ થયેલ નથી. કોણ જાણે કયારે આ કામ પૂર્ણ થશે.?  સ્થાનીક વહીવટી અધિકારીએ કોન્ટ્રેકટરનું કામ મંજૂર કરતાં ચકાસવું જરૂરી  છે તેવી ચર્ચા ઉઠી છે.

(12:50 pm IST)