Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

ધોરાજી વિસ્તારમાં લગ્ન સમારંભ ૫૦ની સંખ્યામાં જ યોજી શકાશે

ધોરાજી,તા.૨૪:  પોલીસ સ્ટેશન ખાતે લગ્ન સમારંભ ૫૦ની મર્યાદાના નવા નિયમ હેઠળ યોજવા અંગે સમાજની વાડીના સંચાલકો ડીજે ના સંચાલકો સ્ટુડિયો કેમેરામેન મંડપ સર્વિસના સંચાલકોની તાકીદે બેઠક બોલાવવામાં આવી હતી.

ધોરાજીના પોલીસ ઇન્સ્પેકટર હુકુમત સિંહ જાડેજા ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ બેઠકમાં જણાવેલ કે હાલમાં કોરોના મહામારી ના સમયમાં રાજય સરકારના ગૃહ વિભાગએ પરિપત્ર બહાર પાડ્યો છે જેમાં જે પ્રકારે લગ્ન સમારંભ યોજવા બાબતે ઘણી બધી પાબંદી ઓ મૂકી છે જેમાં લગ્ન સમારંભમા એક તો વરઘોડા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે તેમજ ટોટલ લગ્ન સમારંભ કેટરેસ સ્ટુડિયો તમામ લોકોને મળી ૫૦થી વધારે સંખ્યા ન થાય તે બાબતે પણ પાબંદી મૂકી છે જો વધુ સંખ્યા થશે તો વાડીના સંચાલક તેમજ ત્યાં પ્રસંગ છે તેમના નિયમનું ઉલ્લંઘન બાબતે જાહેરનામાનો ભંગ કર્યા બાબતે ધરપકડ કરવામાં આવશે..

જાહેરનામા અન્વયે જેમાં સમાજ વાડી/પાર્ટી પ્લોટ સંચાલકોને

લગ્નની ઓન લાઇન વેબ સાઇટમા નોંધણી કરાવેલ મંજુરી વિના સમાજ વાડી/ પાર્ટી પ્લોટ ભાડે ન આપવો તેમજ૫૦ માણસોની મર્યાદા નક્કી કરેલ સુચનાની અમલવારી થાય તેની તકેદારી રાખવી તથા સ્ટુડીયો સંચાલકે લગ્નનો વિડીયો ફુટેજ સાચવીને રાખવા તથા જરૂર પડ્યે પોલીસ પાસે રજુ કરવા તેમજ ડી.જે સિંચાલકો જાહેરમા વરદ્યોડો સરઘસ માં ડી.જે ભાડે આપવુ નહી.

ડીજે સાઉન્ડ જાહેરમાં કોઈ પણ જગ્યાએ વગાડવા ઉપર પ્રતિબંધ છે જેથી તમામ લોકો એ નોંધ લેવી અને લગ્ન સમારંભમાં તમામ માંડવા પક્ષ કનૈયા કેટરિંગ વીડિયોગ્રાફર ફોટોગ્રાફર તમામ મળીને ટોટલ ૫૦થી વધુ ન થાય તે જોવા વિનંતી કરી હતી જો વધુ થશે તો તેમની સામે જાહેરનામાના ભંગનો કાર્યવાહી કરવામાં આવશે.

આ બાબતે ધોબી સમાજના સંચાલક ધીરુભાઈ ધોબીએ જણાવેલ કે અમે તો માત્ર સમાજ સેવા કરી રહ્યા છીએ અને સમાજની વાડીના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે પરંતુ વાડી ભાડે રાખનાર વધુ સંખ્યામાં માણસો ભેગા કરે તો સમાજના વાડીના પ્રમુખની ધરપકડ શા માટે તે બાબતે પણ પોલીસે જોવું જોઈએ અમારો કોઈ વાંક છે કે ગુનો નથી જેમની સંખ્યા વધારે કરી હોય તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરો તો અમને વાંધો નથી.

ઉપરોકત બાબતે ધોરાજી પોલીસ ઈન્સપેકટર હુકુમતસિંહ જાડેજા જણાવ્યું કે તો સમાજની વાડીના પ્રમુખ અથવા તો સંચાલકે પોતાના સમાજની વાડીમાં વધુ સંખ્યા દેખાય તો તાત્કાલિક પોલીસને જાણ કરે તો તમારી સામે એકશન લેવામાં નહીં આવે. બેઠકમાં મોટાભાગના વાડીના સંચાલકોએ જણાવેલ કે આ બાબતે હાલના સમયમાં કોઈ લગ્ન કરવા તૈયાર નથી આટલી બધી પાબંધી ઓમાં લગ્ન સમારંભ યોજવા પણ યોગ્ય નથી હાલની કોરોના મહામારી ના સમયમાં મોટાભાગના લગ્ન સમારંભ વાળા જેઓએ બે-ત્રણ મહિના પહેલા વાળી બુક કરાવી હતી તેઓ હાલમાં સમાજ ની વાડી રદ કરાવી રહ્યા છે જેમને જરૂરિયાત હશે તેઓ નીયમ પ્રમાણે લગ્ન કરશે બાકી હાલમાં કોઇ સમાજ લગ્ન સમારંભ યોજવા માટે તૈયાર નથી.

બેઠકમાં અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ જૈન સમાજના ચેતનભાઈ ગાંધી લેવા પટેલ સમાજ ના લાલજીભાઈ માવાણી ધોબી સમાજ ના ધીરુભાઈ ધોબી સ્ટુડિયો સંચાલક દ્યનશ્યામભાઈ રૂદ્યાણી ભરતભાઈ બગડા તેમજ વિવિધ સમાજના પ્રમુખ મંડપ સર્વિસ ના સંચાલકો સ્ટુડિયો સંચાલક ડીજે ના સંચાલકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(12:50 pm IST)