Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

જૂનાગઢશ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિરે ૧૦૧ બેડના કોવિડ ઓઇસોલેશન સેન્ટરનો શુભારંભ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૨૪ : શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર જવાહર રોડ જુનાગઢતથા ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરના સંયુકત ઉપક્રમે પંડિત દિન દયાલ સેન્ટરનો પ્રારંભ કરાયો છે.

વર્તમાન સમયમાં સમગ્ર માનવ જીવન જયારે કોરોના મહામારી ના કપરા સમય માંથી પસાર થઇ રહ્યો છે સારવાર માટેના સંસાધનો ઓછા પડી રહ્યા છે ત્યારે અનેક સામાજિક સંગઠનો ધાર્મિક સંસ્થાઓ દ્વારા લોકસેવાના અર્થે covid isolation સેન્ટર તથા કોવીડ હોસ્પિટલો ખૂબ જ ઓછા સમયમાં ચાલુ થઈ રહી છે. જૂનાગઢ જિલ્લામાં કોરોના ના પોઝિટિવ કેસ ની સંખ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે અને લોકોને આ મહામારી માંથી બચાવવા માટે સરકાર તેમજ તંત્ર દ્વારા અનેક પગલા લેવાઈ રહ્યા છે. આ તકે જૂનાગઢના જવાહર રોડ ખાતે આવેલ જુના સ્વામિનારાયણ મુખ્ય મંદિર , શ્રી રાધારમણ દેવ વહીવટી સમિતિ ના ચેરમેનશ્રી પરમ પૂજય કોઠારી સ્વામીશ્રી દેવનંદનદાસજી સ્વામી તેમજ સમગ્ર ટ્રસ્ટી મંડળના સાથ અને સહકારથી ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર ના મેયર શ્રી ધીરુ ભાઈ ગોહેલ તથા જૂનાગઢ મહાનગર જીલ્લા પ્રમુખ શ્રી પુનિતભાઈ તેમજ મંદિરના મુખ્ય કોઠારી શાસ્ત્રી સ્વામી પ્રેમસ્વરૂપ દાસજી (નવાગઢ) કોઠારી સ્વામી પુરુષોત્ત્।મપ્રકાશદાસજી તથા સંતો અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો ના સાથ અને સહકારથી સ્વામિનારાયણ મુખ્ય મંદિર જવાહર રોડ જુનાગઢ ખાતે પંડિત દિનદયાલજી કોવિડ આઈશોલેશન સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો. આ આઈશોલેશન સેન્ટરમાં તમામ પ્રકારની સારવાર તેમજ રહેવા તથા જમવાનુ નિશુલ્ક આપવામાં આવશે તેમજ વધુમાં વધુ લોકોને આ સેવાનો લાભ મળી રહે તે માટે રાધારમણ દેવ વહિવટી સમિતિ તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

(12:48 pm IST)