Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

અમરેલી જિલ્લામાં ૨૬ મૃતકોની કોવિડ ગાઇડ લાઇન મુજબ અંતિમવિધિ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૨૪ : અમરેલી જિલ્લામાં તંત્રના અથાક પ્રયાસો છતા સમયસરની સારવાર અને વાયરસની ઘાતકતાને કારણે મૃત્યુના બનાવોમાં સતત વધ ઘટ થઈ રહી છે આજે શુક્રવારે અમરેલી જિલ્લામાં કોરોનાનાં ર૬ દર્દીઓની કોવિડ ગાઇડલાઇન પ્રમાણે અંતિમ વિધી કરવામાં આવી હતી.

અમરેલીના ગાયત્રી મોક્ષધામમાંપાંચ, કૈલાશ મુકિતધામમાં ૧૪, કુંડલામાં ૪, રાજુલામાં ૩ મળી ૨૬ દર્દીના મૃત્યુ થયા હતા. જયારે અમરેલીમાં કુંડલામાં, રાજુલામાં અન્ય કારણે ૧૫ના મૃત્યુમળી કોરોના અને અન્ય કારણસાથે ર૪ કલાકમાંઅમરેલી જિલ્લામાં કુલ ૪૧ ના મોત નિપજયા હતા.

અમરેલી શહેરના માણેકપરાના ૬૫ વર્ષના મહિલા, નાના બસ સ્ટેન્ડ પાસે ૪૭ વર્ષના પુરૂષ, બ્રાહ્મણ સોસાયટી સ્વામીનારાયણનગરના ૬૬ વર્ષના પુરૂષ, ચિતલ રોડ ગુરૂકૃપા નગરના ૪૬ વર્ષના પુરૂષ તથા ઢસાના ૫૭ વર્ષના પુરૂષ, કુંડલાના દેતડ ગામના ૬૦ વર્ષના મહિલા, હામાપુરના ૪૦ વર્ષના પુરૂષ, ભીંગરાડના ૫૮ વર્ષના મહિલા, ગોંડલના ધરાળા ગામના પ૪ વર્ષના પુરૂષ, રાજકોટના ૬૮ વર્ષના મહિલા, ધાર કેરાળાના ૭ર વર્ષના મહિલા, ગોડલના પાટડી ગામના ૮૩ વર્ષના મહિલા, ગોંડલના ૭૨ વર્ષના મહિલા, લીલીયાના બવાડી ગામના પ૯ વર્ષના પુરૂષ, અમરેલીના થોરડી ગામના ૪૬ વર્ષના પુરૂષ, બાબરાના વાંડલીયા ગામના પ૩ વર્ષના મહિલા, અમરાપર વરૂડીના ૭૩ વર્ષના પુરૂષ, બગસરા તાલુકાના ૭૦ વર્ષના પુરૂષ, દેવરાજીયાના ૫૯ વર્ષના મહિલાનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત સાવરકુંડલામાં કુલ ૬ અંતિમ વિધી થઇ હતી જેમાં ૪ કોરોનાની ગાઇડલાઇન મુજબ થઇ હતી અને રાજુલામાં ૮ અંતિમ વિધી થઇ હતી. જેમાં ૩ કોરોના પોઝિટિવ દર્દી હતા. અમરેલીના ગાયત્રી મોક્ષધામમાં કોરોના વગરના ૭ લોકો અને કૈલાશ મુકિતધામમાં ૧ મળી ૮ લોકોના અન્ય કારણે મૃત્યુ થયા હતા.

(12:47 pm IST)