Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

સવારે વાદળા બાદ બપોરે ધોમધખતો તાપ

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર વાતાવરણનો માહોલ યથાવતઃ ધોમધખતો તાપ

રાજકોટ તા. ૨૪ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં સર્વત્ર મિશ્ર ઋતુનો માહોલ યથાવત છે. આવા વાતાવરણ વચ્ચે ગઇકાલ સાંજે અને આજે સવારે વાદળા છવાયા હતા.

જો કે ત્યારબાદ તડકા સાથે અસહ્ય ઉકળાટનો અનુભવ થઇ રહ્યો છે.

કાલે રાત્રીના પવનનું જોર પણ વધુ રહ્યું હતું અને પવનના સુસવાટા ફૂંકાયા હતા.

કાલે રાજકોટ ૪૧.૭, અમદાવાદ ૪૧.૯, સુરેન્દ્રનગર ૪૧.૯ સાથે પારો ૪૨ સે. નજીક પહોંચી ગયો હતો અને હવે ત્રણ દિવસમાં તે ૪૪ સે.ને આંબી જાય અને ધગધગતી લૂ વર્ષા થાય તેવી શકયતા છે.

વાદળિયા હવામાન વચ્ચે સૌરાષ્ટ્ર - કચ્છમાં અન્યત્ર તાપમાન ૪૦ સે.નીચે રહ્યું હતું. જ્યારે સવારનું તાપમાન ૨૪ સે. આસપાસ રહ્યું હતું.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : મહત્તમ તાપમાન ૩૮ ડિગ્રી, લઘુત્તમ ૨૬.૮ ડિગ્રી, હવામાં ભેજ ૮૩ ટકા અને પવનની ઝડપ ૧૧.૩ કિ.મી. પ્રતિ કલાક રહી હતી.

(12:46 pm IST)