Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

જામનગરમાં ભાભી પર હુમલો કરી દિયરે પોતે પણ છરીથી આપઘાત કરતા રહસ્ય ઘેરાયું

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૪: જામનગર શહેરમાં ગુલાબનગર વિસ્તારમાં એક કરૂણ ઘટના ઘટી હતી . પ્રેમ પ્રકરણમાં ભાભી પર હુમલો કરનાર દિયર એ પોતે પણ છરી ના પોતાના પર ઘા જીકી મોત મીઠું કર્યું છે. આ ઘટનાના પગલે સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.અને લોહીથી લથબથ હાલતમાં ભાભી દિયરને હોસિપટલ ખસેડાયા હતા જયાં દિયર મૃત્યુ પામેલ હોવાનું તબીબે જાહેર કરેલ હતું જયારે ગંભીર રીતે ઘવાયેલ ભાભીને સારવાર આપવામાં આવી રહી છે.

આ ઘટના અંગે જામનગરના સીટી ભએભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ગોપાલભાઈ કેશુભાઈ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૩–૪–ર૦ર૧ના  ફરીયાદી ગોપાલભાઈનો આરોપી કિશન ફતુભાઈ પરમાર કાકાનો દિકરો થતો હોય દોઢેક વર્ષ પહેલા ફરીયાદી ગોપાલભાઈ સાથે રહેતો હોય તે દરમ્યાન ફરીયાદી ગોપાલભાઈના પત્ની હેતલબેન સાથે પ્રેમ સબંધ બંધાયેલ હોય જેના કારણે ફરીયાદી ગોપાલભાઈ પોતાના ભત્રીજા કિશનને ઘરેથી કાઢી મુકેલ હોય જેનો ખાર રાખી આજરોજ આરોપી કિશન  ફરીયાદી ગોપાલભાઈના ઘરે  ગુલાબનગર સામે, પ્રભાતનગર, આંગણવાડી ની બાજુમાં રહેતા આવી ફરીયાદી ગોપાલભાઈને પત્ની હેતલબેનને પોતાની સાથે કેમ સબંધ તોડી નોખલ તેમ કહી ફરીયાદી ગોપાલભાઈના પત્નીને મારી નાખવાના ઈરાદે તીક્ષ્ણ હથીયાર વડે છરીવડે શરીરે આડેધડ જીવલેણ ઈજા કરી તેમજ પોતાના જાતે પોતાની પાસે રહેલ છરી વડે પેટના ભાગે છરીના ઘા મારી મરણ ગયેલ છે તથા જિલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

દારૂની બોટલ સાથે ઝડપાયો

સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. ફિરોજભાઈ ગુલમામદભાઈ ખફી એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૩–૪–ર૦ર૧ના શંકરટેકરી, પાણીના ટાંકા પાસે, જામનગરમાં આરોપી અફઝલ સિંકદર બ્લોચ, રે. જામનગરવાળો ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની બોટલ જેના ઉપર અંગ્રેજીમાં મેકડોવેલ્સ સુપીયર  વ્હીસ્કી ઓરીજનલ ૭પ૦ એમ.એલ. ની શીલબંધ બોટલ નંગ–ર, કિંમત રૂ.૧૦૦૦/– ની રાખી નીકળતા ઝડપાઈ ગયેલ છે.

સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. વનરાજભાઈ ભગુભાઈ ખવડ એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૩–૪–ર૦ર૧ ના જોલી બંગલા પાસે, તુલસી ટ્રાવેલ્સની ઓફીસની સામે જામનગરમાં આરોપી ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમો જશવંતસિંહ જાડેજા, રે. જામનગરવાળા એ ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની કાચની કંપનીની શીલબંધ બોટલ નંગ–૧, કિંમત રૂ.પ૦૦/– ની રાખી નીકળતા ઝડપાઈ ગયેલ છે.

તાવની બિમારીના  બેભાન થઈ જતા મોત

લાલપુર ગામે રહેતા અમીતભાઈ ભીખાભાઈ વાદી એ લાલપુર પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે આ કામે મરણજનાર ભીખાભાઈ કાનજીભાઈ વાદી, રે. લાલપુરગામવાળા ને છેલ્લા પાંચેક દિવસથી તાવની બિમારીથી પીડતા હોય અને તા.રર–૪–ર૦ર૧ના રોજ પોતાના ઘરે અચાનક બેભાન થઈ જતા સારવારમાં જામનગરની જી.જી.હોસ્પિટલમાં લઈ જતા ફરજ પરના ડોકટરે મરણ ગયેલાનું જાહેર કરેલ છે.

વૃઘ્ધનું મોત

બેડ ગામ રહેતા જગદીશભાઈ ભાણુભાઈ અસ્વાર, ઉ.વ.૪પ એ મેઘપર પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.ર૩–૪–ર૦ર૧ના સિકકા પાટીયા, શકિત પાન દુકાન પાછળ આ કામે મરણજનાર કારૂભાઈ દેવશીભાઈ અસ્વાર, ઉ.વ.૭ર, રે. સિકકા ગામવાળા ને ઘણા વર્ષોથી ટી.બી. ની બિમારી હોય એન કોઈ સંતાન ન હોય અને આજરોજ સવારના સાડા દશેક વાગ્યાની પહેલા કોઈપણ કુદરતી કારણસર મરણ ગયેલ હાલતમાં પડેલ હોય  આ અંગે એ.એસ.આઈ. વી.બી.રાઠોડને આગળની તપાસ હાથ ધરી છે.

મોટરસાયકલ સ્લીપ થઈ જતા યુવાનનું મોત

અહીં ગુલાબનગર વાઝા વાડીમાં રહેતા સુનિલભાઈ જીતુભાઈ નકુમ, ઉ.વ.ર૩ એ મેઘપર પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.ર૩–૪–ર૦ર૧ ના આ કામે મરણજનાર મેહુલભાઈ ઉર્ફે લાલો મનસુખભાઈ સોલંકી, ઉ.વ.ર૩, રે. ચાંમુડા નગર, ચોટીલા, જિ. સુરેન્દ્રનગરવાળા તથા જાહેર કરનાર સુનિલભાઈ બંન્ને મોટરસાયકલ નં. જી.જે.૧૦–સી.આર.–૪૦૪૮ નું કે જે મરણજનાર મેહુલભાઈ ચલાવતા હોય જેથી પોતે બચવા માટે ઓચિંતાની બ્રેક મારતા મોટરસાયકલ સ્લીપ થઈ જતા બંન્ને પડી જતા મરણજનાર મેહુલભાઈને શરીરે ગંભીર ઈજા થતા મરણ ગયેલ છે આ અંગે એ.એસ.આઈ. વી.બી.રાઠોડને આગળની તપાસ હાથ ધરી છે.

(12:45 pm IST)