Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

દ્વારકામાં ૧૦૦ બેડની વ્યવસ્થા ઉભી કરતા પબુભા માણેકઃ આજથી કાર્યરત

(દિવ્યેશ જટાણીયા દ્વારા)મીઠાપુર,તા. ૨૪: ઓખામંડળના દર્દીઓને સારવાર માટે કયાંય દુરના જવું પડે તે ઉમદા હેતુથી શ્રી પબુભા વિરમભા માણેક દ્વારા આજથી દ્વારકા ના મથુરા ભવન ખાતે ૧૦૦ બેડની એક ઉત્ત્।મ વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે.

જયાં રેહવાની એટેચ બાથરૂમ સાથે પર્સનલ રૂમ તથા સવાર સાંજ પૌષ્ટિક ભોજન, લીંબુ પાણી, નાળીયેર પાણી, મોસંબી તથા ઉકાળો અને અન્ય ફળો કે જેમાં થી વિટામીન સી મળે તેની વ્યવસ્થા કરાઈ છે. આ ઉપરાંત ૨૪ કલાક નર્સિંગ સ્ટાફ અને ઉત્ત્।મ ડોકટરોની ટીમ પણ કાર્યરત કરાશે. આ બધા પાછડ રોજ નો અદાજીત એક લાખ જેટલા ખર્ચની પબુભા દ્વારા તૈયારી બતાવવામાં આવી છે તથા જો આવનાર સમય  વધારે જરૂર પડ્યે એક હાજર બેડની પણ તૈયારી રખેલ છે. આ ૧૦૦ બેડ માં ઓકસીજન સહીત ની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. સાથે સાથે પબુભા દ્વારા લોકોને પણ ખુબજ સાવધ રહેવા, કામ વિના ઘરની બહારના નીકળવા, કોરોના ની રસી લેવા તથા માસ્ક પહેરવાની અપીલ કરવામાં આવી છે.

(11:53 am IST)