Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

બગસરામાં થયેલા ભેદી ધડાકાથી લોકોમાં હડકંપ

લોકો ઘર બહાર દોડી આવ્યા

બગસરા,તા. ૨૪: બગસરામાં બપોરના સમયે થયેલા ભેદી ધડાકા ને કારણે લોકોમાં દોડાદોડી થઈ ગઈ હતી. મોટાભાગના લોકો ભૂકંપનો આંચકો સમજી ઘર બહાર નીકળી આવ્યા હતા.

બાર વાગ્યા આસપાસ વાતાવરણમાં અચાનક ભેદી ધડાકો લોકોને સંભળાયો હતો આ ભેદી ધડાકા ની તીવ્રતાને કારણે કાચની બારીઓ ખળભળી ઉઠી હતી તેમજ ઘરમાં રહેલા વાસણોમાં પણ કંપન ઉત્પન થયું હતું જેથી પ્રથમ દ્રષ્ટિએ લોકો ભૂકંપનો આંચકો સમજીને તુરંત ઘરની બહાર દોડી આવ્યા હતા પરંતુ ભૂકંપની અનુભુતી થયેલ ન હોવાથી થોડીવાર બાદ લોકોએ નિરાંતનો શ્વાસ લીધો હતો જોકે આ બનાવના પગલે શહેરમાં લોકો એકબીજાને ફોન કરીને આ ઘટના બાબતે પૃચ્છા કરવા લાગ્યા હતા, જેમાં બગસરા શહેર તથા તાલુકામાં મોટાભાગના ગામોમાં આ ધડાકો સંભળાયું હોવાનું જાણવા મળ્યું હતું. ધડાકા પાછળ નું કોઈ કારણ સાંજ સુધી જાણવા મળ્યું ન હતું કોઇ જાનહાનિના સમાચાર ન મળતા સરકારી તંત્રે પણ હાશકારો અનુભવ્યો હતો.

(11:49 am IST)