Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

આટકોટમાં આરોગ્યની પરિસ્થિતી મુદે કુંવરજીભાઇ બાવળીયાની અધ્યક્ષતામાં સમીક્ષા

આટકોટઃ આરોગ્યની પરિસ્થિતિ લઈને આટકોટ ગામમાં આગેવાનોની નવી હોસ્પિટલમાં મીટીગ મળી હતી તેમાં કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા ખાસ હાજર રહિને સમીક્ષા કરી ગામના આગેવાનો સરપંચ સહિત ના ગામના લોકો હાજરી આપી હતી અને હાલમાં કોરોના કહેર વદ્યી રહ્યો છે જેને ગામમાં પ્રાથમિક સારવાર મળી રહે અને તાત્કાલિક કોઈ જરૂર પડે તો શું કરવું વગેરે ની ચર્ચા કરવામાં આવી હતી કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ હાજરી આપી હતી હાલમાં કોરોના કેસ એકટીવ છે તેને ધર રહી એ અન્ય લોકો ને ચેક ન લગાડે વગેરે બાબતો ની ચર્ચા કરવામાં આવી હતી.

(11:46 am IST)