Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

વડિયા હોસ્પિટલને તમામ ખૂટતી સુવિધાઓ મળે તે માટે પ્રયત્ન કરવા પરેશ ધાનાણીની ખાત્રી

(ભીખુભાઇ વોરા દ્વારા) વડિયા, તા.૨૪: કોરોના કાળ ના વર્તમાન કટોકટી ભર્યા સમય માં અનેક જિંદગીઓ આજે અજગર ભરડામાં પીસાઈ રહી છે ત્યારે અમરેલી જિલ્લા ના છેવાડાના તાલુકા મથક એવા વડિયા અને આસપાસ ના ગામોમાં કોરોના સંક્રમણ વધતા વડિયા ને કંટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યુ છે ત્યારે અમરેલી -કુંકાવાવ -વડિયા ના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષ ના નેતા એવા પરેશ ધાનાણી ના કાર્યાલય માં અલીગઢી તાળા લાગ્યા હોય અને મતવિસ્તાર ના મતદારો દર્દીના રૂપ મેં હેરાન થતા હોય આ બાબતના મીડિયા અહેવાલ થી બીજા જ દિવસે ધાનાણી દોડતા વડિયા ની સરકારી હોસ્પિટલ ની મુલાકાતે દોડતા આવ્યા હતા.

હોસ્પિટલના સ્ટાફ સાથે ચર્ચા અને કામગીરી તથા સુવિધાઓ બાબતે ચર્ચા કરી ખૂટતી તમામ સુવિધાઓ પુરી કરવા પ્રયત્ન શીલ બની પ્રયાસ કરવા આપવા ખાત્રી આપી હતી. બીજી બાજુ ધાનાણી ના આગમન થી તેમના કાર્યાલય ના દરવાજા પણ ખોલવામાં આવ્યા હતા. સાથે પોતાના કાર્યકર્તાઓ ને હોસ્પિટલ અને જરૂરિયાત મંદ લોકો ને મદદ કરવા પણ અનુરોધ કર્યો હતો. સરકારી હોસ્પિટલ ની મુલાકાત માં તેમની સાથે જિલ્લા પંચાયત ના પૂર્વ સદસ્ય ધર્મેન્દ્ર પાનસુરીયા, જિલ્લા કિસાન કોંગેસના પ્રમુખ સત્યમ માકાણી,તાલુકા કોંગ્રેસ પ્રમુખ રવજીભાઈ પાનસુરીયા, હાર્દીક સોજીત્રા, રાજુ ભેસાણિયા, રાજુ ધામેચા, જુનેદ ડોડીયા સહીત ના કાર્યકર્તા અને આગેવાનો જોડાયા હતા.

(11:44 am IST)