Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

મોટી પાનેલીની ગંભીર પરિસ્થિતિ પાંચ બેડ સાથે ઓકિસજન સુવિધાની જબરી જરૂરિયાત

કોરોનાં મરીજ અને મૃત્યુ બન્ને વધતા લોકોમાં હાહાકારઃ તાકીદે સુવિધા ઉપલબ્ધ કરાવા ઉઠી માંગ

(અતુલ ચગ દ્વારા) મોટી પાનેલી, તા.૨૪: ઉપલેટાના તેરહજારની વસ્તી ધરાવતા મોટી પાનેલી ગામમાં કોરોનાં મરીજ દિવસેને દિવસે વધી રહ્યા છે સાથેજ છેલ્લા કેટલાય દિવસોથી રોજ કોરોનાં મરીજોના મૃત્યુ નીપજી રહ્યા હોય પરિસ્થિતિ અતિ ગંભીર બનતી જાય છે પાનેલીના દર્દીઓ માટે પરિવારજનો પોતાના સ્વજનને દાખલ કરાવા દરબદર ભટકી રહ્યા છે પરંતુ મહામારીના આ સમયમાઁ કયાય પણ બેડ ઉપલબ્ધ ના હોય પાનેલીના દર્દીઓ હોમ આઇસોલેટ થઈને ફરજીયાત દ્યરેજ ઈલાજ કરાવી રહ્યા છે પરંતુ જે ગંભીર દર્દીઓ છે તેમને ઓકિસજનની જરૂરિયાત ઉભી થાય છે ત્યારે પરિજનો આમતેમ ભટકી કાકલુદી કરતા નજરે પડી રહ્યા છે પાનેલીમાં હાલ એકસો પચાસ જેટલાં કેસ હોવાનું માલુમ પડે છે જેમાં પણ છેલ્લા આઠ દસ દિવસમાં જ સાત થી આઠ દર્દીઓ ના કોરોનાંમાઁ મૃત્યુ થતા ગ્રામજનોમાઁ હાહાકાર મચીજવા પામેલ છે અને ગ્રામજનોની પાનેલીમાં પાંચ થી દસ બેડની ઓકિસજન સાથે સુવિધા ઉપલબ્ધ થાય તેવી જબરી માંગ ઉઠી છે તાત્કાલિક ઢબે પાંચબેડની સુવિધા ઉપલબ્ધ કરાવા લોકો ગામ આગેવાનો સમક્ષ રજુઆત કરતા આગેવાનો એ ઉચ્ચકક્ષાએ લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી તાત્કાલિક ધોરણે ઘટતું કરી પાનેલીને પાંચબેડની ઓકિસજન સાથે સુવિધા ઉપલબ્ધ કરાવા રજુઆત કરેલ છે પાનેલી મોટુ ગામ હોય તેરહજારની વસ્તી હોય કોરોનાંના કેસમાં પણ સતત વધારો થઇ રહ્યો હોય મૃત્યુદર પણ વધી રહ્યો હોય જો તંત્ર પાનેલીની પરિસ્થિતિને ધ્યાનમાં નહીં લ્યે તો મહામારીમાઁ વધુ લોકોનો જીવ ગુમાવશે.માટે પાનેલીની આમ જનતા તંત્રને વિનંતી સાથે તાત્કાલિક સુવિધા ઉપલબ્ધ કરાવા દરગુજર કરી રહી છે.

 

નણંદને ત્યાં તાવા પ્રસાદ લેવા જતી વખતે બાઇક પરથી પડી જતાં બગસરાના બાલીબેન ડાભીનું મોત

પુત્ર અને પતિની પાછળ બાઇકમાં બેઠા'તાઃ રાજકોટમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૨૪: બગસરામાં નદીપરા રામબાગ વિસ્તારમાં રહેતાં બાલીબેન દિનેભાઇ ડાભી (ઉ.વ.૪૬) પુત્ર અને પતિ પાછળ બાઇકમાં બેસી જતાં હતાં ત્યારે માણેકવાડા (બગસરા) પાસે પાછળથી પડી જતાં ઇજા થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

બાલીબેન ગઇકાલે પુત્ર કાનજી (ઉ.વ.૨૩) અને પતિ દિનેશભાઇ નાગજીભાઇ (ઉ.વ.૪૮)ના બાઇકની પાછળ બેસી નજીકના માણેકવાડા ગામે રહેતાં નણંદના ઘરે તાવા પ્રસાદનું આયોજન થયું હોઇ ત્યાં જઇ રહ્યા હતાં ત્યારે રસ્તામાં બેલેન્સ ગુમાવતાં બાલીબેન પાછળથી પડી જતાં માથા શરીરે ઇજાઓ થતાં સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. અહિ વહેલી સવાર દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃત્યુ પામનારને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. પતિ છુટક મજૂરી કરે છે.

(11:44 am IST)