Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

મેંદરડા : અમરાપુર ગીર હાઇવે પર સિંહની લટાર : ગાયનું મારણ

મોરબીઃ મેંદરડાઃ  અમરાપુર ગીર હાઈવે પર સિહે વહલી સવારે ગાયનું મારણ કર્યું હતું ડાલા મથા શિહે વહેલી સવારે મિજબાની માણી હતી. રાજયની શાન એવા સિંહોનો રસ્તા પર લટાર મારતો વીડિયો વાયરલ થયો છે. મેંદરડા ના અમરા પુર ગીર રાણીધાર નજીક વહેલી સવારે ગાયનું મારણ કરી સિંહ લટાર મારતો વીડિયો વાઇરલ થયો છે. અમરાપુર ગામના રાણીધાર નજીકનો આ વિડીયો હોવાનું અનુમાન છે. આ વીડિયોમાં સિંહ આગળ અને વાહન પાછળ જઈ રહ્યા હોય તેવા દ્રશ્યો નજરે પડી રહ્યા છે. વાહનમાં સવાર મુસાફરોએ સિંહ દર્શનનો લાહવો મળ્યો હતો. સિંહની લટાર જોઈ લોકોએ મોબાઈલમાં વિડીયો કેદ કર્યો હતો.સિંહે મારણ કરી રસ્તા પર નીકળતા વાહન ચાલકોએ દ્રશ્યો કેદ કર્યા હતા. (તસ્વીરઃ ગૌતમ શેઠ-મેંદરડા)

(11:43 am IST)