Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

ગોંડલમાં ૧૫ દિ'માં કોવિડ-નોન કોવિડમાં ૧૯૬ ની અંતિમવિધી

છેલ્લા બે દિવસમાં સ્મશાનગૃહમાં ૫૦ને અગ્નિદાહ અપાયા, કબ્રસ્તાન અને સ્મશાનમાં દફનવિધિનો આંકડો તો અલગ જ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ,તા. ૨૪: કોરોનાથી મોતના કારણે લોકોની આંખના આંસુ સુકાઈ રહ્યા છે ત્યારે ગોંડલ શહેરમાં છેલ્લા પંદર દિવસમાં કોરોના થી મૃત્યુ નો આંક ૧૦૦ વધી ગયો છે જયારે કોવિડ અને નોન કોવિડ ૧૯૬ થી પણ વધુ મૃતદેહને અગ્નિદાહ આપવામાં આવ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ કોરોના ને કારણે કઠણ કાળજાનો માણસ પીગળી રહ્યો છે ત્યારે રતિલાલ મોહનભાઈ રૈયાણી, દિવાળીબેન ગોરધનભાઈ રૈયાણી, સવિતાબેન રતિલાલ પંડ્યા, ભાટી જસુમતીબેન કિરીટકુમાર, ચંદ્રિકાબેન દિનેશભાઈ પારેખ, દિલીપભાઈ હસમુખ ભાઈ પાટડીયા, હર કિશોરભાઈ મોહનભાઇ માટેલિયા, અશોકભાઈ નાથાભાઈ ગોંડલીયા, પ્રફુલભાઈ બચુભાઈ ઉછડીયા, લાભ શંકર અમૃતલાલ જોશી, રંજનાબા નિર્મળસિંહ જાડેજા, ચમનભાઈ મધુભાઈ સોઢા, મંજુલાબેન પ્રવીણભાઈ હિન્ગું, ચંપાબેન છગનભાઈ સોજીત્રા, ગુણવંતા બેન લલીતભાઈ ભાડલા, નટવરલાલ કલ્યાણજીભાઈ ખંભાયતા, મીનાબેન જયસુખભાઇ સૂચક, બધીબેન બચુભાઈ શિયાળ, હરિપ્રસાદ હેમંત રામ ભટ્ટ, કાંતિલાલ મોતીચંદ પારેખ, ગોવિંદભાઈ ધનજીભાઈ ભાડ, જયાબેન શાંતિભાઈ ચૌહાણ, દયાબેન મગનભાઈ ઝાલા , હેમલત્ત્।ાબેન નાનજીભાઈ હિરપરા, કાંતાબેન હેમંતભાઈ પરડવા, હરસુખભાઈ મોહનભાઈ ગેડીયા, વૃહિશ કુમાર નારણજી શાહ, સુધાગૌરી સુરેશભાઈ લાઠીગરા, દમયંતીબેન જયંતીભાઈ ગોહેલ, ખોડાજી ભાઈ મુળુભાઈ ખેરડાં, કનકભાઈ ગોરધન ભાઈ રાણપરીયા, મણીભાઈ કાનજીભાઈ દવે, કેતનભાઇ રમણીકભાઈ અખેણીયા, હરેશભાઈ મોહનભાઈ ઝાપડા, રમેશભાઈ છગનભાઈ બોદ્યરા, મનસુખભાઈ છગનભાઈ પરમાર, ચતુરાબેન જયંતીભાઈ ધડુક, રમેશભાઈ ડાહ્યાભાઈ ડઢાણીયા, ગોવિંદજી જગુભાઈ ભાનુશાળી સહિતનાઓ ના અગ્નિ સંસ્કાર કરાયા હતા. આ ઉપરાંત કબ્રસ્તાન અને અન્ય સ્મશાનમાં દફનવિધિ પણ થયેલી છે.

(11:01 am IST)