Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

ભાવનગર :બોરતળાવ બાલવાટીકા પાસેથી ચોરાઉ બાઈક સાથે નિલેશ ઉર્ફે હકો ઝડપાયો

 

ભાવનગર :બોરતળાવ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. કે.એમ.રાવલના માર્ગદર્શન હેઠળ ડી.સ્ટાફના માણસો ગલમહંમદભાઇ . કોઠારીયા, ડી.કે.ચૌહાણ, એસ.એમ.સૈયદ, હિરેનભાઇ મહેતા, ભીખુભાઇ બુકેરા, સેજાદભાઇ વાય. સૈયદ, ધર્મદિપસિંહ નરેન્દ્રસિંહ, નીલમબેન વીરડીયા, પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન હિરેનભાઇ મહેતા તથા ભીખુભાઇ બુકેરાને સંયુક્ત બાતમી મળેલ કે, બોરતળાવ પો.સ્ટે.માં બાઇક ચોરીનાં ગુન્હાનો આરોપી મસ્તરામ બાપા મંદિર સામે, રજપાડી પાન વાળા ખાંચામાં આછા ભુરા કલરનો શર્ટ પહેરીને ઉભો છે

   . બાતમીવાળી જગ્યાએ ચેક કરતા સદરહુ ગુન્હાનો આારોપી નિલેશભાઇ ઉર્ફે હકો વાલાભાઇ કોતર (..૨૩) (રહે.કરદેજ, પંચાયત ઓફીસની બાજુમાં)મળી આવેલ જેને સદરહુ મોસા. બાબતે પૂછતા તેણે મો.સા. બોરતળાવ, બાલવાટીકા, પાસેથી ચોરી કરેલાનું જણાવેલ જે મો.સા. કિ. રૂા.૨૫,૦૦૦ નું ગણી આરોપીેને સદરહુ ગુન્હાના કામે ધોરણસર અટક કરેલ છે. આગળની તપાસ હેડ કોન્સ જી..કોઠારીયાએ ચલાવી રહ્યા છે.

(12:31 am IST)
  • CJI ગોગોઈ જાતીય સતામણી કેસ : સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ શ્રી રંજન ગોગોઈ પર લગાવાયેલા જાતીય સતામણીના કેસ બાબતે ઇન-હાઉસ ઇન્ક્વાયરી પેનલની રચના કરવામાં આવી : શ્રી ગોગોઈ પછી નવા ચીફ જસ્ટિસ બનનાર શ્રી બોબળેની અધ્યક્ષતામાં રચાઈ આ પેનલ : આ પેનલના બીજા બે સભ્યો તરીકે જસ્ટિસ એન.વી. રામના અને શ્રી ઇન્દિરા બેનર્જીની પણ નિમણુંક કરાઈ : CJI ગોગોઈએ આ સમગ્ર મામલનો નિર્ણય આ નવી રચાયેલ પેનલ પર મૂકી દીધો હોવાનું જાણવા મળે છે. access_time 12:26 am IST

  • લાખ્ખો યુવાઓને જેનું ઘેલું લાગ્યું છે તે સોશ્યલ મીડિયા એપ ટિકટોક પરનો પ્રતિબંધ ઉઠાવી લેતી મદ્રાસ હાઇકોર્ટની મદુરાઈ બેન્ચ : આ પહેલા મદ્રાસ હાઇકોર્ટની આ જ બેંચે ટિકટોક પર પ્રતિબંધ મૂક્યો હતો અને સુપ્રીમ કોર્ટ પણ તેને માન્ય રાખ્યો હતો access_time 7:45 pm IST

  • યુપી- રાજસ્થાનમાં આંધી- તોફાન- ધુળનું વાવાઝોડુ ફુંકાશેઃ ૩૦ થી ૫૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશેઃ તામીલનાડુ- શ્રીલંકાના પૂર્વીય તટો પર ૪૮ કલાકમાં ચક્રાવતી તોફાન ત્રાટકશે :અરબી સમુદ્ર તથા દક્ષીણ- પશ્ચિમ બંગાળાની ખાડી અને દક્ષીણ પૂર્વ શ્રીલંકા ઉપર ભૂમધ્ય લો પ્રેશર કાલે સર્જાઈ શકે છેઃ જે ૩૬ કલાકમાં ડિપ્રેશનમાં ફરે તેવી શકયતા છેઃ હિમાચલ, જમ્મુ- કાશ્મીર, બિહાર, ગંગીય પશ્ચિમ બંગાળ, ઓડીશા, છત્તીસગઢ અને દક્ષીણી આંતરીક કર્ણાટકમાં અલગ- અલગ જગ્યાએ ૩૦ થી ૪૦ કિ.મી. પવનની ગતી સાથે આંધી- તોફાન અને વિજળી પડી શકે છેઃ હવામાન ખાતુ access_time 3:48 pm IST