Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

સુરેન્દ્રનગરમાં ગોપાલ ભરવાડ ઉપર ફાયરીંગ

અંગત અદાવતમાં કેવલ રબારી અને અન્ય એક શખ્સનું કારસ્તાન

 વઢવાણ, તા. ર૪ : સુરેન્દ્રનગરમાં ભરવાડ યુવક ઉપર ર શખ્સોએ ફાયરીંગ કરતા ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ સુરેન્દ્રનગરના જોરાવરનગર કોઝ-વે ઉપરથી ગોપાલ ભરવાડ નામનો યુવક બાઇક ઉપર પસાર થઇ રહ્યો હતો.  ત્યારે કેવલ રબારી અને અન્ય એક તેનો મિત્રએ આવીને ફાયરીંગ કર્યું હતું. જેમાં ઇજાગ્રસ્ત હાલતમાં ગોપાલ ભરવાડને સારવાર માટે ખસેડેલ છે.જુની અદાવતમાં આ ફાયરીંગ થયાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે.

(3:44 pm IST)