Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

સૌરાષ્ટ્ર-કચ્છમાં તાપમાન ૪૩ ડિગ્રીને પાર

અસહ્ય ઉકળાટથી લોકો પરસેવે રેબઝેબઃ જનજીવન અસ્તવ્યસ્ત

રાજકોટ તા. ર૪ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે અને અસહ્ય ઉનાળાનો અનુભવ થઇ રહ્યો છે.

ગઇકાલે સૌથી વધુ અમદાવાદમાં ૪૩.૩ ડિગ્રી, રાજકોટ ૪ર.પ, સુરેન્દ્રનગરમાં ૪૩.૩ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.આખો દિવસ ગરમીથી લોકો પરસેવે રેબઝેબ થઇ રહ્યા છે.

સવારના સમયે સૂર્ય નારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે અને જેમ-જેમ દિવસ પસાર થાય છે તેમ-તેમ ગરમીની અસર વધવા લાગે છે.

બપોરના સમયે મહત્તમ તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને પાર થઇ જતા લોકો ગરમીથી પરેશાન થઇ જાય છે.

ભાવનગર ૪૦.૩ ડીગ્રી

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ કાલે ગરમીનું જોર વધી ૪૦.૩ ડિગ્રી થતા લોકો તોબા પોકારી ગયા હતા. આજે ભાવનગર શહેરનું મહતમ તાપમાન ૪૦.૩ ડિગ્રી અને લઘુતમ તાપમાન ર૬.૬ ડિગ્રી નોંધાયું હતું જયારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૮ ટકા અને પવનની ઝડપ ૧૮ કી.મી.પ્રતિકલાકની રહી હતી બપોરે ગરમ લુ ફુંકાતા લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ શહેરનું આજનું હવામાન ૩૧ મહત્તમ, ર૪ લઘુતમ ૮૬ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૦ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી. (૬.૧૫)

ગઇકાલે અમદાવાદમાં સૌથી વધુ ૪૩.૪ ડિગ્રી સુરેન્દ્રનગર ૪૩.૩ ડિગ્રીઃ કયાં કેટલુ તાપમાન

શહેર

તાપમાન

 

અમદાવાદ

૪૩.૪

ડિગ્રી

ડીસા

૪ર.૦

ડિગ્રી

વડોદરા

૪ર.૦

ડિગ્રી

સુરત

૩૯.૮

 ડિગ્રી

રાજકોટ

૪ર.પ

ડિગ્રી

ભાવનગર

૪૦.૩

ડિગ્રી

પોરબંદર

૩૩.૬

ડિગ્રી

વેરાવળ

૩૦.૬

ડિગ્રી

દ્વારકા

૩૦.૪

ડિગ્રી

ઓખા

૩૧.ર

ડિગ્રી

ભુજ

૪૧.૮

ડિગ્રી

નલીયા

૩૪.૮

ડિગ્રી

સુરેન્દ્રનગર

૪૩.૩

ડિગ્રી

ન્યુ કંડલા

૩૭.૬

ડિગ્રી

કંડલા એરપોર્ટ

૪૧.ર

ડિગ્રી

ગાંધીનગર

૪ર.૦

ડિગ્રી

જામનગર

૩૧.૦

ડિગ્રી

મહુવા

૩૭.૪

ડિગ્રી

દિવ

૩૩.૩

ડિગ્રી

વલ્લભ વિદ્યાનગર

૪૦.૧

ડિગ્રી

(1:18 pm IST)