Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

પોરબંદર-હરિદ્વાર સુપરફાસ્ટ ટ્રેઇન દોડાવવા અંગે વહીવટી પ્રક્રિયા ગતિમાં

પોરબંદર તા. ર૪ :.. રેલ્વે મંત્રીશ્રી પિયુષ ગોહેયલને રજીસ્ટર્ડ એડી. પત્રથી પૂર્વ ડી. આર. યુ. સી. સી. સભ્ય એચ. એમ. પારેખે ભાવનગર રેલ્વે ડીવીઝન (વ.રે.) એ રેલ્વે પ્રશ્ને પાંચ મુદા દર્શાવી પત્ર લખેલ અને માંગણી કરેલ છે. તેના જવાબમાં હરિદ્વાર ટ્રેઇન દોડાવવા અંગે વહીવટી પ્રક્રિયા ગતિમાં હોવાનું જણાવેલ છે.

પોરબંદરથી લખાયેલ પત્રમાં પાંચ મુદામાં  પોરબંદર જુના બંદર-જવાબદાર વરસોથી બંધ કરાયેલ હાઇવે ગુડઝ ટ્રેન પુનઃ શરૂ કરવા, તે રેલ્વે બોર્ડે રૂા. ર૦.૧૮ વીસ કરોડ અઢાર લાખ વધારા ૬-૧/૪ સવા છટકાની ગ્રાન્ટ મંજૂર કરેલ જે કામ હજુ સુધી શરૂ થયેલ નથી. જે સંબંધે રજૂઆત કરવામાં આવતાં રજીસ્ટર એડી.થી જણાવેલ કે, જુના અને નવાબંદર પર ગુડઝ ટ્રાફીકને અગ્રેસરી હાર્બર - ડાર્ક  ટ્રેન ટ્રેક કાર્યરત કરવાની રજૂઆત હાલ વિચારણા  ગતિમાં છે. રેલ્વે બોર્ડમાં છે.

પોરબંદર રેલ્વે સ્ટેશન પર ૧૦૦ ફીટની ઉંચાઇ રાષ્ટ્ર ધ્વજ ફરકાવવા સંબંધે જણાવેલ કે, પોરબંદર રેલ્વે સ્ટેશન બીજા વર્ગનું હોય તે પ્રથમ વર્ગમાં આવતું નથી. પરંતુ રાષ્ટ્રપતિ પૂ. મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ હોય વિશીષ્ટર દરજ્જો ધરાવે છે. જેથી આ સંબંધે ખાસ દરજજો આપી ઘટતું કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

લાંબા સમયથી પોરબંદર હરિદ્વાર- પોરબંદરની માંગણી અત્રેથી શરૂ કરવાની રહી છે. તે વિચારણામાં લેવામાં આવેલ છે. તે કાર્ય ગતિમાં છે. પોરબંદરથી હરીદ્વાર પોરબંદર સીધી હરિદ્વાર સુપર ફાસ્ટ દોડાવવા અંગે વહીવટી  કાર્ય ગતિમાં છે.

(11:59 am IST)