Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

મોરબી જિલ્લામાં ૬૫ ટકાથી વધુ મતદાન

૧૭ સ્થળે ઇવીએમ બગડવાની ફરિયાદો જોવા મળી

મોરબી તા. ૨૪ : લોકસભા ચુંટણીના ત્રીજા ચરણના મતદાનમાં ગુજરાતની તમામ ૨૬ બેઠકો પર મતદાન યોજાયું હતું. જેમાં મોરબી જીલ્લામાં પણ સવારથી મતદારોએ લાઈનો લગાવી લોકશાહીના પર્વને દિપાવ્યું હતું અને સાંજ સુધીમાં મોરબી જીલ્લામાં સરેરાશ ૬૫.૪૮ ટકા મતદાન નોંધાયું હતું.

મોરબીમાં રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મોહનભાઈ કુંડારિયા, પૂર્વ ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયાએ નીલકંઠ વિધાલય ખાતેથી મતદાન કર્યું હતું જયારે મોરબીના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ પત્ની સાથે માળિયાના ચમનપર ગામેથી મતદાન કર્યું હતું. આરએસએસ અગ્રણી જયંતીભાઈ ભાડેશીયાએ પરિવાર સાથે કન્યા છાત્રાલય ખાતેથી મતદાન કર્યું હતું જયારે ન્યૂઝીલેન્ડથી મોરબી ખાસ મતદાન કરવા આવેલા એનઆરઆઇ ગુંજનભાઈ પારેખે તથા મોરબી, વાંકાનેર અને ટંકારા પંથકમાં શતાયુ મતદારો, યુવા મતદારોએ અને દિવ્યાંગોએ મતદાન કર્યું હતું.

મોરબી જીલ્લામાં આજે મોરબી વિસ્તારમાં ૬૩.૨૬ ટકા, ટંકારામાં ૬૭.૩૭ ટકા અને વાંકાનેરમાં ૬૬.૧૨ ટકા મતદાન નોંધાયું હતું અને મોરબી જીલ્લાનું કુલ સરેરાશ મતદાન ૬૫.૪૮ ટકા નોંધાયું છે.

વહેલી સવારથી આજે મતદારોએ લાઈનો લગાવી હતી જોકે અનેક સ્થળોએ ઈવીએમ અને વીવીપેટ મશીનો બગડ્યાની ફરિયાદો ઉઠી હતી. જેમાં વાંકાનેરમાં ખીજડીયા, ખેરવા, માલીયાસણ, પરાપીપળીયા અને રામપરા (બેટી) સહિતના ૫ સ્થળે, મોરબી શહેરમાં બે અને ગાળા ગામે એક એમ ત્રણ સ્થળે જયારે ટંકારામાં રંગપર, બગથળા, તરઘડી, હીરાપર, દેપલીયા અને ખરેડા એમ છ સ્થળે સહીત ૧૭ સ્થળે મશીનો બગડવાની સત્તાવાર નોંધ થવા પામી છે.

(11:52 am IST)
  • અરવિંદ કેજરીવાલ સહિત આપના ૩ નેતા વિરૂદ્ધ માનહાની કેસમાં નોન બેરેબલ વોરન્ટ ઈસ્યુ access_time 5:18 pm IST

  • લોકસભા ચુંટણી ૨૦૧૯ : આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌથી ઓછુ મતદાન અમરેલીમાં અને સૌથી વધુ મતદાન રાજકોટમાં થયું છે : આખા રાજ્યમાં સૌથી ઓછુ મતદાન અમરેલીમાં અને સૌથી વધુ મતદાન વલસાડમાં થયું છે : ૨૦૧૪ની સરખામણીએ આ વખતે પણ આખા રાજ્યનાં વોટર ટર્નઆઉટની એવરેજમાં બહુ મોટો ફેર નથી પડ્યો - એટલે હવે એ જોવાનું રહ્યું કે ૪૫ લાખ નવા મતદાતાઓ કઈ દિશામાં લઈ જશે ગુજરાતની ૨૬ બેઠકોને access_time 10:44 pm IST

  • મોદી બાયોપીકમાં વિપક્ષોને ખુબ નબળા ચિતરવામાં આવ્યા: ચુંટણીપંચે ૧૯મે સુધી આ ફિલ્મ ઉપર પ્રતિબંધની માંગણી કરી :ચુંટણીપંચે સુપ્રિમકોર્ટમાં રીપોર્ટ આવ્યો છે કે છેલ્લા તબકકાના મતદાન એટલે કે ૧૯ મેં સુધી મોદી બાયોપીક ઉપર પ્રતિબંધ ઇચ્છે છે, આ ફિલ્મ એક નેતાની જીવન કથની છેઃ આ ફિલ્મમાં રાજકીય પ્રતિનિધિઓનો પ્રશસ્તિ કરવામાં આવી છે. ચુંટણી પંચના રીપોર્ટમાં જણાવાયું છે કે બાયોપીકમાં વિરોધ પક્ષોને ખુબ જ નબળા ચિતરવામાં આવ્યા છે અને તેમની સામેના વ્યકિત ઉપર વધુ ઢળતા દેખા ડાયા છે access_time 3:59 pm IST