Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

ધારડી ગામે બહિષ્કારઃ મતદાન કેન્દ્ર બહાર રામધૂન રાસગરબા લીધા

ઓવરબ્રીજ નીમાંગ નં સતોષવામાં આવતા દેખાડી સઁગઠીતતા : ૧૩૦૫ મતદારો માંથી એક મતદાર ગામની વિરુદ્ઘ જઇ મત આપી આવ્યા

ભાવનગર, તા.૨૪: ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ધારડી ગામના લોકોએ નવા બનતા નેશનલ હાઇવે ને લઈ ગામ બે ભાગમાં વહેંચાઈ જયું હોય અંડર બ્રિઝ બનાવવાની પ્રશાસન પાસે અને રાજકીય આગેવનો સમક્ષ વારંવાર રજુઆત કરેલ.એ રજુઆતનો કોઈ સઁતોષ કારક જવાબ કે કાર્યવાહી નથતા પંદર દિવસ પહેલા ગ્રામ જનો મતદાનનો બહિષ્કાર કરશે તેવી આપેલી ચીમકીને ગામજનો વળગી રહ્યા હતા. આખાય ગામના લોકોએ સંગઠિતતાના દર્શન કરાવ્યા હતા. મતદાન કેન્દ્ર બહાર મહિલા પુરુષો એ રામધૂન અને રાસગરબા લીધા હતા.

૧૪મી લોકસભાની ચૂંટણી અવસરે આજ લોકશાહી પર્વ ગુજરાતની ૨૬ બેઠકોને લઈ ઉજવાયુ. જેમાં ભાવનગર લોકસભા બેઠકને લઈ ભૂતકાળ માં કયારેલું ન યોજાય હોય તેવો સિનારિયો તળાજાના ધારડી ગામે ઇતિહાસિક કહી શકાય તેવો મતદાનના બહિષ્કારને લઈ જોવા મળ્યો.

ગામની મુલાકાત દરમિયાન આગેવાન યુવાન પ્રકાશ જાની એ જણાવ્યું હતુંકે નવા બનતા રસ્તા ને લઈ ગ્રામજનો ની માગ હતીકે અંડર બ્રિઝ બનાવવામાં આવે. નઙ્ખશનલ ઓથોરિટી,કલેકટર, રાજકીય આગેવનો થી લઈ વિવિધ સ્તરે રજુઆત કરવા છતાંય માંગ ંસતોષવામાં ન આવતા પંદર દિવસ પહેલા પ્રશાશનને મતદાનના બહિષ્કારની ગામ સમસ્ત દ્વારા ચીમકી આપવામાં આવી હતી.ચીમકીના પગલે ગઈકાલ એ મામલતદાર સાહિતનાએ ગ્રામ જનોને મતદાન કરવામાટે સંપર્ક કરી મનાવવાની કોશિશ કરી હતી.

પણ ગ્રામજનો પોતાના નિર્ણયને વળગી રહ્યા હતા.

કુલ ૧૩૦૫ મતદારો માંથી એક મતદાર લક્ષ્મીરામ પ્રાણશનકર જાની એ મતદાન કરેલ.

સ્થળ પરના ચૂંટણી અધિકારી એ જણાવ્યું હતુંકે ગામની શાળા માં બે બૂથ ઉભા કરવામાં આવ્યા હતા.બૂથ એક માં ૩૨૯ મહિલા,૩૬૭ પુરુષ નોંધાયેલ .જયારે બૂથ બે માં ૨૮૮ મહિલાઓ,૩૨૧ પુરુષો નોંધાયેલ.કુલ ૧૩૦૫ મતદારો નોંધાયેલ હતા.

ગ્રામ જનોએ મક્કમતા પૂર્વક મતદાન મથક બહાર રામધૂન અને રાસ ગરબાની રમઝટ બોલાવી હતી.

ગ્રામજનો એ જણાવ્યું હતુંકે મતદાન ન કર્યાનો અમોને પણ ખેદ છેજ પણ આ અવસરે અમો ગામની એકતા દેખાડી શકયા.

(11:51 am IST)