Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

ટંકારા સીટ ઉપર થયેલ સોૈથી વધુ મતદાન ભાજપને નુકશાનકારકઃ મુકાતી ગણતરીઓ

પાક વિમાના પ્રશ્ને ખેડુતોએ મત પેટીમાં રોષ ઠાલવ્યો : ભાજપ કાર્યકરોએ ફટાકડા ફોડયા

ટંકારા તા ૨૪ :  રાજકોટની લોકસભા સીટમાં ભાજપના શ્રી મોહનભાઇ કુંડારીયા પૂર્વસાંસદ તથા કોંગ્રેસના લલીતભાઇ કગથરા ધારાસભ્ય, આ બે ઉમેદવાર જ મુખ્ય છે.

રાજકોટની લોકસભા સીટ ઉપર સોૈથી વધુ મતદાન  ટંકારાની ધારાસભા સીટ ઉપર સોૈથી વધુ ૬૭.૩૨ ટકા થયેલ છે.

ભાજપના શ્રી મોહનભાઇ કુંડારીયા ૨૦૧૪ મા ં ૪૬૭૨૨ મતોની સરસાઇ મેળવી સાંસદ સભ્ય બનેલ, તેની સામે ૨૦૧૭ માં ભાજપના ઉમેદવાર રઘુભાઇ ગડારાની કરૂણ હાર થયેલ. કોંગ્રેસના લલિતભાઇ કગથરા ૨૯૭૭૦ ની લીડ સાથે ધારાસભ્ય તરીકે ચુંટાયેલ છે.

૨૦૧૭ માં પાસનું આંદોલન  હતું એક તરફી  પવન  હતો, ગામડાના લોકોએ જોરદાર મતદાન કરેલ.

આ વખતે પાસનું વાવાઝોડુ નથી, પરંતુ પાક વિમાનો  પશ્ન છે, ટંકારા, પડધરી વિસ્તારના ડેમો,  તળાવો સિંચાઇ માટે નર્મદા ના નીરથી ભરવામાં આવેલ નથી, પરીણામે  ગામડાઓમાં  ખેડુતોમાં ભારે રોષ છે. ખેડુુતોએ પોતાનો રોષ મત  પેટીમાં ભાજપ  વિરૂધ્ધ મતદાન કરી ઠાલવ્યાનું ચર્ચાય છે.

ટંકારા સીટ ઉપર થયેલ ૬૭.૩૨ ટકા જેટલું ઉંચુ મતદાન ભાજપના માટે નુકશાન કારક  હોવાનું ચર્ચાય  છે. આ વખતે ટંકારા સીટ ઉપર મોહનભાઇ કુંડારીયાને ખાધ રહેશે. કદાચ  બે, પાંચ હજારની લીડ નીકળશે.  ભાજપ તરફી  વાતાવરણ સુધર્યાનું કહેવાય છે, પરંતુ મત પેટી કેટલુ સુધર્યુ તે બતાવશે. ભાજપના કાર્યકરોએ ટંકારા બેઠક પર નહી, પરંતુ રાજકોટ લોકસભા સીટ ઉપર જોરદાર લીડ સાથે વિજય થશે તેમ જણાવી ફટાકડાઓ ફોડી વિજય મનાવેલ

(11:51 am IST)