Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

પાટણવાવના કાનજીભાઇ કણસાગરાએ પ્રથમ મતદાન કર્યું બાદ અચાનક હુમલો આવતા પ્રભુ પાસે પહોંચી ગયા!

ધોરાજી તા. ૨૪ : પાટણવાવ ગામે કાનજીભાઈ ડાયાભાઈ કણસાગરા ઉંમર ૮૭ જેઓ ધોરાજીના પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ માકડીયા વિદ્યા ભારતીના રણછોડભાઈ વઘાસિયા વિગેરે અગ્રણીઓ સાથે લોકજાગૃતિ માટે મતદાન કરવા પાટણવાવ ખાતે લોકોને જાગૃત કરતા હતા. આવા સમયે કાનજીભાઈ ડાયાભાઈ કણસાગરાએ પોતાનો મત આપવા માટે મતદાન મથકે ગયા હતા અને મતદાન રાષ્ટ્રીય લોકશાહીમાં ભરોસો રાખી અને રાષ્ટ્ર ભકિત સાથે તેમના પરિવારજનો સાથે પણ મતદાન કરેલ હતું બાદ કુટુંબના લોકોનો તથા મિત્ર સર્કલ નો પણ મતદાન થયા બાદ કાનજીભાઈ કણસાગરા પોતાના નિવાસસ્થાને પહોંચતા અચાનક છાતીમાં દુખાવો થતા તાત્કાલિક હોસ્પિટલ ખાતે પહોંચાડેલ પરંતુ છાતીનો દુખાવો જીવ લેવા નીકળતા કાનજીભાઈનું અવસાન થયું જે સમાચાર પાછળ ગામમાં પહોંચ્યા શોક છવાઈ ગયો હતો પરંતુ કાનજીભાઇના પરિવારજનોએ આ વાત તાત્કાલિક જાહેર ન કરી અને દેશહિતના કાર્ય માટે મતદાનનો સમય છ વાગ્યા સુધીનો હતો તે માટે તમામ લોકો મતદાન પૂર્ણ કરે બાદ સ્મશાનયાત્રા રાખવી એવો નિર્ણય કર્યો હતો આ સમયે પાછળ ગામમાં સગા-સંબંધીઓ નો સંપૂર્ણ મતદાન થઇ ગયા બાદ સાંજે સ્મશાન યાત્રા નીકળી હતી.

(11:51 am IST)
  • શ્રીલંકાને ધણધણાવવા ૯ સુસાઈડ બોમ્બરોનો ઉપયોગ થયેલ..: શ્રીલંકામાં અનેક વિસ્ફોટોની હારમાળા સર્જી સેંકડોના જીવ હરી લેવાના કાળમુખા બનાવમાં ૯ સુસાઈડ બોમ્બરોનો ઉપયોગ થયો હતો : જેમાંથી ૮ને ઓળખી લેવાયાનું અને ૬૦ની ધરપકડ થયાનુ જાહેર થયુ છે : આ તમામ લોકો શ્રીલંકન નાગરીકો છે access_time 4:00 pm IST

  • વડાપ્રધાન મોદી સાથે આવતીકાલે સવારે ૯ વાગ્યે અક્ષયકુમાર કરશે કઈક નોખી અનોખી મુલાકાત : અત્યારે ચુંટણીના માહોલમાં જ્યારે આખો દેશ રાજનીતિની વાતો કરી રહ્યો છે ત્યારે અક્ષયકુમાર આ મુલાકાત દરમ્યાન પ્રધાનમંત્રી મોદી સાથે સંપૂર્ણપણે બિન રાજકીય અને કઈક જુદીજ અંતરંગ વાતો કરશે : આ સમગ્ર મુલાકાતનું ટેલીકાસ્ટ ANI સમાચાર સંસ્થાના સોશ્યલ મીડિયા હેન્ડલ્સ પર પ્રદર્શિત કરવામાં આવશે access_time 10:34 pm IST

  • અધધધ....: જેટ એરવેઝ ઉપર ૯ ભારતીય બેન્કો અને ૨ વિદેશી બેન્કોનું અધધધ ૧૧,૨૬૧ કરોડનું દેવું : એસબીઆઇ : ૧૯૫૮ કરોડ : પંજાબ બેન્ક : ૧૭૪૬ કરોડઃ યસ બેન્ક ૮૬૯ કરોડ : આઇડીબીઆઇ ૭૫૨ કરોડ : કેનેરા બેન્ક ૫૪૫ કરોડ : બેન્ક ઓફ ઇન્ડિયા ૨૬૬ કરોડ : ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક ૨૧૨ કરોડ અને સીન્ડીકેટ બેન્ક ૧૮૫ કરોડ : વિદેશી બેન્કો મસ્રેક બેન્ક ૧૪૦૦ કરોડ અને એસએસબીસી બેન્ક ૯૧૦ કરોડ access_time 4:02 pm IST