Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

તળાજાનું ૫૬.૧૮% મતદાન : ભારતીબેન શિયાળના ગામ માથાવડામાં ૬૫.૪૨% મતદાન

BLO દ્વારા સ્લીપ ન પહોંચાડાઇ અને મતદાર યાદીમાંથી નામ કમીની ફરિયાદો : ઠાકોર સમાજના અમુક મતદારો મતદાનથી અળગા

ભાવનગર તા. ૨૪ : તળાજા વિધાનસભા ક્ષેત્ર ભાજપના ઉમેદવાર ભારતીબેન શિયાળનો ગઢ છે. વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં તેઓને નોંધપાત્ર લીડ અહીંથી મળી હતી.આજે યોજાયેલ મતદાન ને લઈ તેઓના સાસરિયાના ગામ માથાવડામાં ૬૫.૪૨ ટકા અને તળાજા તાલુકા નું ૫૬.૧૮ ટકા મતદાન નોંધાયૂ. એ ઉપરાંત દિવસ દરમિયાન બી એલ ઓ દ્વારા સ્લીપ પહોંચતી કરવામાં આવી ન હોવાની અને મતદાર યાદીમાંથી નામ જ કમી થઈ ગયાની ફરિયાદ ઉઠવા પામી હતી.

ભાવનગર લોકસભા બેઠકનીચે આવતા તળાજા વિધાન સભા મત ક્ષેત્ર માં ૫૬.૧૮ ટકા મતદાન નોંધાયૂ હોવાનંુ સતાવાર સાધનોએ જણાવ્યું હતું. તો ભારતીબેન શિયાળના સાસરિયાના ગામ માથાવડા ખાતે ઉત્સાહ ભેર મતદાન કરવામાં આવ્યૂ હતું. સરપંચએ ૬૫.૪૨ટકા મતદાન થયુ હોવાનું મોબાઈલ પર વાત કરતા જણાવ્યું હતું.

તળાજા વિધાનસભા મત ક્ષેત્ર ભારતીબેન શિયાળ માટે ગઢ ગણવામાં આવે છે.કારણકે વિધાનસભામાં તેઓને તેત્રીસ હજાર અને લોકસભામાં તેઓને સુડતાલીસ હજાર મતોની લીડ મળી હતી. પણ આજે તેઓ બપોરના સમયે તળાજા દોડી આવવું પડયુ હતું. મતદાન કેન્દ્રોની મુલાકાત સાથે કાર્યકરો સાથે ગુફતેગુ કરવી પડી હતી. આ સમયે ભારતીબેનના ચહેરા પર થાક અને લીડ ઘટવાની ચિંતાની લકીરો ખેંચાયેલી હોય તેમ જોવા મળેલ.

મતદાન કેન્દ્રોની મુલાકાત દરમિયાન વોર્ડ ૬માં બીએલઓ દ્વારા સ્લીપ ન મળી હોવાની અને મતદારોના નામ કમી થઈ ગયા હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી. એટલુ જ નહિ રાજકીય પક્ષના ઉમેદવારો દ્વારા સ્લીપ વહેંચવા માટે બૂથ દીઠ રૂપિયા આપ્યા હોવા છતાંય સ્લીપો પહોંચી નહતી. બીજી તરફ ઠાકોર સમાજના અમુક લોકો દ્વારા મતદાનનો બહિષ્કારઙ્ગ કર્યો હોવાના મેસેજ ધરમશી ઠાકોર દ્વારા વાયરલ કરવામાં આવ્યા હતા.

(11:46 am IST)
  • વડાપ્રધાન મોદી સાથે આવતીકાલે સવારે ૯ વાગ્યે અક્ષયકુમાર કરશે કઈક નોખી અનોખી મુલાકાત : અત્યારે ચુંટણીના માહોલમાં જ્યારે આખો દેશ રાજનીતિની વાતો કરી રહ્યો છે ત્યારે અક્ષયકુમાર આ મુલાકાત દરમ્યાન પ્રધાનમંત્રી મોદી સાથે સંપૂર્ણપણે બિન રાજકીય અને કઈક જુદીજ અંતરંગ વાતો કરશે : આ સમગ્ર મુલાકાતનું ટેલીકાસ્ટ ANI સમાચાર સંસ્થાના સોશ્યલ મીડિયા હેન્ડલ્સ પર પ્રદર્શિત કરવામાં આવશે access_time 10:34 pm IST

  • યુપી- રાજસ્થાનમાં આંધી- તોફાન- ધુળનું વાવાઝોડુ ફુંકાશેઃ ૩૦ થી ૫૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશેઃ તામીલનાડુ- શ્રીલંકાના પૂર્વીય તટો પર ૪૮ કલાકમાં ચક્રાવતી તોફાન ત્રાટકશે :અરબી સમુદ્ર તથા દક્ષીણ- પશ્ચિમ બંગાળાની ખાડી અને દક્ષીણ પૂર્વ શ્રીલંકા ઉપર ભૂમધ્ય લો પ્રેશર કાલે સર્જાઈ શકે છેઃ જે ૩૬ કલાકમાં ડિપ્રેશનમાં ફરે તેવી શકયતા છેઃ હિમાચલ, જમ્મુ- કાશ્મીર, બિહાર, ગંગીય પશ્ચિમ બંગાળ, ઓડીશા, છત્તીસગઢ અને દક્ષીણી આંતરીક કર્ણાટકમાં અલગ- અલગ જગ્યાએ ૩૦ થી ૪૦ કિ.મી. પવનની ગતી સાથે આંધી- તોફાન અને વિજળી પડી શકે છેઃ હવામાન ખાતુ access_time 3:48 pm IST

  • વડાપ્રધાનને મારા પરિવારના નામનો ઉન્માદ થયો છેઃ પ્રિયંકા : તેઓ માત્ર મારા પરિવાર વિશે બોલે છેઃ કોંગ્રેસ મહામંત્રીના ચાબખા access_time 3:58 pm IST