Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

પોરબંદરમાં દિવ્યાંગ દંપતિએ મતદાન કરીને પોતાની પવિત્ર ફરજ નિભાવી

પોરબંદર તા.૨૩,પોરબંદરમાં સ્થિત નવયુગ વિદ્યાલય મતદાન મથક ખાતે દિવ્યાંગ દંપતિ  હરદત પુરી ગૌસ્વામી અને તેમના પત્નિ જયાબેન ગૌસ્વામીએ સવારે ૧૦-૦૦ કલાકે મતદાન મથક પર મતદાન કરીને પોતાની પવિત્ર ફરજ નિભાવી હતી.લોકશાહીના પર્વની ઉજવણી કરતા દંપતિએ જણાવ્યુ કે, મજબુત લોકતંત્રનાં નિર્માણ માટે દરેક મતદાતાએ મતદાન કરવુ જોઇએ ચૂંટણી તંત્ર અને મતદાન મથક પર નિયુકત કર્મચારીઓ દિવ્યાંગ મતદારોને મતદાન મથક સુધી લઇ આવવાની તથા મતદાન કરીને દ્યર સુધી પહોચાડવાની કામગીરી કરે છે જે ખુબજ નોંધપાત્ર બાબત છે.

આ દંપતિએ અન્ય મતદારોને પણ અપીલ કરી હતી કે, ભારતના નાગરીક હોવાના નાતે તથા લોકતંત્રના મજબુત નિર્માણ માટે દરેક મતદારોએ મતદાન કરવુ જોઇએ. શારીરિક પીડા અનુભવતા દિવ્યાંગો મુશ્કેલી વગર મતદાન કરી શકે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ છે.

(11:45 am IST)