Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

ધોરાજીમાં ચૂંટણીપંચ દ્વારા આકર્ષક બે સખી મતદાન મથકો લોકોમાં આકર્ષણ

ધોરાજી, તા.૨૪: ધોરાજી ચૂંટણીપંચ દ્વારા મહિલાઓને વધુમાં વધુ મતદાન કરી શકે તે માટે સખી મતદાન મથક નવી ભગવતસિંહજી હાઈસ્કુલ ખાતુ લગ્નનો પણ માંડવો ટૂંકો પડે એ પ્રકારે સુંદર સુશોભન કરીને સખી મતદાન મથક બનાવવામાં આવ્યું હતું આ સમયે મતદાન મથકના સંચાલક બીએલઓ મહેશભાઈ મકવાણાએ જણાવેલ કે ચૂંટણી પંચના આદેશ મુજબ મહિલાઓ વધુમાં વધુ મતદાન સારી રીતે કરી શકે તે માટે શખી મતદાન મથક ધોરાજી વિસ્તારમાં બે સ્થાન ઉપર ઉભા કરવામાં આવ્યા છે જેમાં ખૂબ જ સુશોભિત આકર્ષિત મંડપ ઉભા કરવામાં આવ્યા છે અને મહિલાઓ માટે મોટી ઉંમરની મહિલાઓ માટે પણ સુવિધા ઉભી કરવામાં આવી છે અને શાંતિપૂર્ણ રીતે મતદાન કરી શકે તે પ્રકારનો મંડપ શણગારવામાં આવ્યો છે અને મતદાન મથક આખું શણગારવામાં આવ્યું છે જેને કારણે મતદારો પણ ખૂબ જ રાજી થયા છે જોવામાં આમ જોતા મહિલાઓ વધુમાં વધુ મતદાન કરી શકે તેવો ચૂંટણીપંચના ઉદ્દેશ છે એટલે ધોરાજીમાં બે સ્થાનો ઉપર સરખી મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે.

(11:43 am IST)
  • અરવિંદ કેજરીવાલ સહિત આપના ૩ નેતા વિરૂદ્ધ માનહાની કેસમાં નોન બેરેબલ વોરન્ટ ઈસ્યુ access_time 5:18 pm IST

  • મોદી વિરોધી મતોનું રાહુલ ગાંધી વિભાજન કરે છે: કેજરીવાલ: કેજરીવાલે પણ કહયું કે દિલ્હીમાં આપ-કોંગી રહયો નથીઃ રાહુલ ગાંધી ગઠબંધન ઇચ્છતા નથી access_time 4:00 pm IST

  • પ.બં.ના મુખ્યમંત્રી મમતા બેનર્જી ઉપર બનાવેલ ફિલ્મ ભગીનીનું ટ્રેઇલર બતાવવા સામે ચુંટણીપંચે પ્રતિબંધ લાદયા access_time 3:42 pm IST