Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

જીતનું પુનરાવર્તન થશે : વિનોદ ચાવડા હું કચ્છ - મોરબી બેઠકમાં જીતી જઇશ : નરેશ મહેશ્વરી

મોરબીમાં સૌથી વધુ ૬૩.૨૬ રાપરમાં સૌથી ઓછું ૪૭.૨૭ ટકા મતદાન

 ભુજ તા. ૨૪ : કચ્છ-મોરબી લોકસભા બેઠકની ૨૦૧૯ની ચૂંટણીમાં બન્ને ઉમેદવારોનું ભાવિ EVM માં સીલ થઈ ગયું છે.ઙ્ગ વહેલી સવારે ૩/૩૦ વાગ્યે ચૂંટણીની અંતિમ આંકડાકીય જાહેર થયેલી યાદી પ્રમાણે વાત કરીએ તો કુલ મતદાન ૫૮.૨૩% થયું છે. જોકે, ૪૧.૮ ડિગ્રી ભારે ગરમી વચ્ચેય મતદાનની જે ટકાવારી જળવાઈ રહી તેનું કારણ કચ્છના વહીવટીતંત્ર દ્વારા સતત મતદાન માટેની જાગૃતિ પણ કારણભૂત રહી છે. એકંદરે મતદાન શાંતિપૂર્ણ રહ્યું હોવાનો દાવો નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એમ. બી. પ્રજાપતિ એ કર્યો હતો.

કચ્છ મોરબી લોકસભા બેઠકની વાત કરીએ તો મુખ્ય સ્પર્ધા ભાજપના વિનોદ ચાવડા અને કોંગ્રેસના નરેશ મહેશ્વરી વચ્ચે છે. ગત ૨૦૧૪ ની લોકસભા ચૂંટણી દરમ્યાન મોરબી કચ્છમાં મતદાનની ટકાવારી ૬૧.૭૮ રહી હતી. જયારે ૨૦૧૯ કચ્છ-મોરબી લોકસભાની ચૂંટણીનુંઙ્ગ મતદાન ૫૮.૨૩% રહ્યું છે. કુલ ૭ વિધાનસભા વિસ્તાર વાઈસ વાત કરીએ અબડાસા ૫૯.૯૭% , માંડવી ૬૫.૩૬%, ભુજ ૫૮.૨૫%, અંજાર ૬૦.૪૦%, ગાંધીધામ ૫૩.૦૫%, રાપર ૪૭.૩૭%, મોરબી ૬૩.૨૬% મતદાન રહ્યું હતું.

મતદાનની પેટર્ન કેવી રહી તે કળવી આ વખતે સહેજ મુશ્કેલ છે. આ વખતે કોંગ્રેસ અને ભાજપ બન્ને રાજકીય પક્ષોમાં આંતરિક ખેંચતાણ વધુ રહી હતી. જોકે, કોંગ્રેસ વતી નરેશ મહેશ્વરીએ 'અકિલા' સાથે વાત કરતા જીતનો દાવો કર્યો હતો. તો, ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ પણ 'અકિલા' સાથે વાત કરતા જીતનું પુનરાવર્તન થશે એવો વિશ્વાસ વ્યકત કર્યો હતો. જોકે, ગત વર્ષ કરતા આ વખતે ૩.૫% જેટલું મતદાન ઓછું રહ્યું હતું. ગત વર્ષે ૬૧.૭૮% જયારે આ વર્ષે ૫૮.૨૩% મતદાન રહેતા હવે કોણ વિજયી બને છે તે તો મત ગણતરીના દિવસે ૨૩ મી મે એ ખબર પડશે.

(11:38 am IST)