Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

પરિવાર સાથે નાસ્તો કર્યો : ભારતીબેન શ્યાળ મિત્રો તથા ગ્રામ લોકોને મળીશ : મનહરભાઇ પટેલ

રાજકોટ, તા. ર૪ : ભાવનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભારતીબેન શ્યાળે 'અકિલા' સાથેની વાતચીતમાં જીતનો વિશ્વાસ વ્યકત કર્યો હતો અને ભાજપ તરફી મતદાન થયાનો આશાવાદ વ્યકત કર્યો હતો.

ભારતીબેન શ્યાળે જણાવ્યું કે, ઘણા દિવસોથી સતત પ્રચારમાં વ્યસ્ત હોવાથી આજે ફ્રી થઇ છું અને આજે પરિવાર સાથે નાસ્તો કર્યો હતો.

જયારે કોંગ્રેસના ઉમેદવાર મનહરભાઇ પટેલ 'અકિલા'ને જણાવ્યું હતું કે કોંગ્રેસને સારો રિસ્પોન્સ મળ્યો છે. ગઇકાલે સાંજે મતદાન બાદ ઇવીએમ સીલ સહિતની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આપણો વિજય નિશ્ચિત છે. મતદાન પૂર્ણ થતાં હવે મિત્રો સાથે મળીને ચર્ચા-વિચારણા કરીશ અને જે ગ્રામ્ય વિસ્તારોમાં જઇ નથી શકાયું ત્યાં જઇને લોકોને તથા જુદી જુદી સ્વેચ્છીક સંસ્થાઓના આગેવાનો કાર્યકરોને મળીશ.

(11:38 am IST)
  • અધધધ....: જેટ એરવેઝ ઉપર ૯ ભારતીય બેન્કો અને ૨ વિદેશી બેન્કોનું અધધધ ૧૧,૨૬૧ કરોડનું દેવું : એસબીઆઇ : ૧૯૫૮ કરોડ : પંજાબ બેન્ક : ૧૭૪૬ કરોડઃ યસ બેન્ક ૮૬૯ કરોડ : આઇડીબીઆઇ ૭૫૨ કરોડ : કેનેરા બેન્ક ૫૪૫ કરોડ : બેન્ક ઓફ ઇન્ડિયા ૨૬૬ કરોડ : ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક ૨૧૨ કરોડ અને સીન્ડીકેટ બેન્ક ૧૮૫ કરોડ : વિદેશી બેન્કો મસ્રેક બેન્ક ૧૪૦૦ કરોડ અને એસએસબીસી બેન્ક ૯૧૦ કરોડ access_time 4:02 pm IST

  • લોકસભા ચુંટણી ૨૦૧૯ : આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌથી ઓછુ મતદાન અમરેલીમાં અને સૌથી વધુ મતદાન રાજકોટમાં થયું છે : આખા રાજ્યમાં સૌથી ઓછુ મતદાન અમરેલીમાં અને સૌથી વધુ મતદાન વલસાડમાં થયું છે : ૨૦૧૪ની સરખામણીએ આ વખતે પણ આખા રાજ્યનાં વોટર ટર્નઆઉટની એવરેજમાં બહુ મોટો ફેર નથી પડ્યો - એટલે હવે એ જોવાનું રહ્યું કે ૪૫ લાખ નવા મતદાતાઓ કઈ દિશામાં લઈ જશે ગુજરાતની ૨૬ બેઠકોને access_time 10:44 pm IST

  • અરવિંદ કેજરીવાલ સહિત આપના ૩ નેતા વિરૂદ્ધ માનહાની કેસમાં નોન બેરેબલ વોરન્ટ ઈસ્યુ access_time 5:18 pm IST