Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

જીત તો આપણી જ, હવે તબીબી પ્રેકટીસ પાછી શરૂ કરી દીધી : ડો. મુંજપરા

રાજકોટ, તા. ર૪ : સુરેન્દ્રનગર બેઠકના ભાજપના ઉમેદવાર ડો. મહેન્દ્રભાઇ મુંજપરા સતત પ્રચાર-પ્રસારમાં વ્યસ્ત રહ્યા હતાં. આજે સવારે ડો. મહેન્દ્રભાઇ મુંજપરાએ 'અકિલા'ને જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર લોકસભા બેઠક ઉપર આપણો વિજય નિશ્ચિત છે. લોકોએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની કાર્યપદ્ધતિને લોકોએ આવકારી છે અને ભાજપને ખોબલે-ખોબલે મત આપ્યા છે. ડો. મહેન્દ્રભાઇ મુંજપરાએ વધુમાં જણાવ્યું કે, હવે ચૂંટણી પૂર્ણ થતા ફરીથી હોસ્પિટલે હાજર થઇ ગયો છું અને દર્દીઓના નિદાન કાર્યમાં લાગી ગયો છું.

(11:37 am IST)