Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

જસદણના ખડવાવડીમાં મેરામભાઇ કોળીને પડોશી વિનુ ભરવાડે માથામાં કુહાડી ઝીંકી

ફળીયા પાસે કચરો ફેંકવાની ના પાડતાં હુમલો કર્યોઃ રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૨૪: જસદણના ખડવાવડીમાં રહેતાં મેરામભાઇ વાલજીભાઇ મેણીયા (ઉ.૬૦) નામના કોળી વૃધ્ધને પડોશી વિનુ ભરવાડ સહિતે ઢીકા-પાટુનો માર મારતાં અને વિનુએ માથામાં કુહાડી ઝીંકી દેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.  મેરામભાઇના કહેવા મુજબ તે ખેત મજૂરી કરી ગુજરાન ચલાવે છે.   તેના ઘરના ફળીયા પાસે પડોશી કચરો ફેંકતા હોઇ ના પાડવા જતાં ઝઘડો થયો હતો અને વિનુ ભરવાડ સહિતનાએ હુમલો કર્યો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જસદણ પોલીસને જાણ કરી હતી.

(11:36 am IST)