News of Tuesday, 24th April 2018

વઢવાણમાં ૬૪ ટીમો વચ્ચે દરરોજ ક્રિકેટ જંગ

રેલ્વે સ્ટેશન ગ્રાઉન્ડ રાત્રી પ્રકાશ ટુનોમેન્ટર્ન પ્રારંભ

વઢવાણ, તા.૨૪: સમગ્ર દેશમાં આઈ.પી.એલ. ક્રિકેટનો ક્રેઝ જોવા મળી રહ્યો છે ત્યારે વઢવાણ રેલવે સ્ટેશન ગ્રાઉન્ડ ખાતે ઓપન ગુજરાત રાત્રી ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો છે. આ ટુર્નામેન્ટમાં રાજયભરની ૬૪થી વધુ ટીમો વચ્ચે પંદર દિવસ સુધી જંગ જામશે. વઢવાણ મેળાના મેદાનમાં રાત્રી પ્રકાશ મેચની મજા માણવા ૧૦ હજારથી વધુ લોકો ઉમટી રહ્યા છે.

સુરેન્દ્રનગર અને વઢવાણની ૩ લાખની જનતાને વેકેશનમાં આનંદ માણી શકે તેવું રમણીય અને આનંદિત સ્થળોનો અભાવ જોવા મળે છે ત્યારે દર વર્ષે વઢવાણમાં રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજન દ્વારા યુવાનો અને રમતપ્રેમીઓ આનંદ માણે છે. સમગ્ર દેશમાં આઈ.પી.એલ. ક્રિકેટનો ક્રેઝ જોવા મળી રહ્યો છે ત્યારે વઢવાણ રેલવે સ્ટેશન ગ્રાઉન્ડ ખાતે ઓપન ગુજરાત રાત્રી ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો છે. આ પ્રસંગે યુવરાજસિંહ સરદારસિંહ પરમાર મેમોરિઅલ ટુર્નામેન્ટનું ઉધ્દ્યાટન તા. ૨૨ એપ્રિલના રોજ કરાયુ હતું. જેમાં વઢવાણ પાલિકા પ્રમુખ વિક્રમભાઈ દવે, વઢવાણ યાર્ડના ડિરેકટર વજુભા રાઠોડ, દોલુભા ડોડીયા, મહાવીરસિંહ મોરી, અજીતસિંહ ખેર, પ્રવિણસિંહ ચૌહાણ, દાદભા રાઠોડ, વિજયસિંહ મોરી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ટુર્નામેન્ટમાં રાજયભરની ૬૪થી વધુ ટીમો વચ્ચે પંદર દિવસ સુધી જંગ જામશે. વઢવાણ મેળાના મેદાનમાં રાત્રી પ્રકાશ મેચની મજા માણવા ૧૦ હજારથી વધુ લોકો ઉમટી રહ્યા છે ત્યારે આ ટુર્નામેન્ટમાં થનાર આવક તમામ ખજૂરી મેલડીમાંના મંદિરમાં અર્પણ કરવામાં આવશે. આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે મહેન્દ્રસિંહ સોલંકી, ક્રિપાલસિંહ રાઠોડ, દશરથસિંહ અસવાર, વિક્રમસિંહ ડોડીયા સહિતના ખજૂરી મેલડીમાંના ભકતો અને કારડીયા રાજપૂત સમાજના યુવાનો જહેમત ઉઠાવી રહ્યા છે.

(12:39 pm IST)
  • ગુજરાતમાં પોતાના નેટવર્કમાં જબ્બર વધારો કરવા એરટેલ સાબદું:એરટેલે આજે ગુજરાતમાં તેના નેટવર્કના એકસપાન્સન માટે મેજર પ્લાન જાહેર કર્યા છે.: ગુજરાતમાં ૯ હજાર નવી સાઇટ અને ૨૦૦૦ કિ.મી.ની ફાઇબર ઓપ્ટિક લાઈન આ વર્ષમાં પાથરવામાં આવશે access_time 10:01 pm IST

  • સુરત પાસે બે ડમ્પર વચ્ચે ચ્મ્ખ્વાર અકસ્માત : અકસ્માત થતા ડમ્પર વિઝ્દીના થાંભલા સાથે ભટકાતા, થાંભલો તૂટીને ડમ્પર પર પડ્યો : શોટસર્કીટ થતા ડમ્પર ભસ્મીભૂત થઈ ગયું access_time 8:44 pm IST

  • પાટણનાં મીઠીધારીયાલ ગામ પાસે જીપનો થયો ભયંકર અકસ્માત : અકસ્માતમાં ત્રણ લોકોના મોત : ઘણા લોકો ઘાયલ થયા હોવાનું પ્રાથમિક જાણવા મળી રહ્યું છે. access_time 8:43 pm IST