Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

સુરેન્દ્રનગરમાં વરલી-મટકાનો જુગાર રમતા પ શખ્સોની ધરપકડ

વઢવાણ, તા. ર૪ : પોલીસ અધિક્ષક દિપકકુમાર મેઘાણી સુરેન્દ્રનગરનાઓની સૂચના મુજબ જીલ્લા પ્રોહી/જુગાર અંગેની અસમાજીક પ્રવૃતિ ડામી દેવાની ઝુંબેશના ભાગરૂપે એસ.ઓ.જી. પો.ઇન્સ. કે.એ. વાળાના માર્ગદર્શનથી એસ.ઓ.જી. પો.સ.ઇ. એચ.એમ. રાણા એ.એસ.આઇ. ઘનશ્યામભાઇ મસીયાવા તથા પો. હેડ કોન્સ. ભુપેન્દ્રભાઇ ગોલેતર તથા ડાયાલાલ પટેલ તથા દાજીરાજસિંહ તથા પો.કોન્સ. રાજદીપસિંહ ઝાલા તથા પો.કોન્સ. સંજયસિંહ ઝાલા, મહીપાલસિંહ રાણા તથા હરદેવસિંહ તથા એન્ટી માફીયા સ્કવોડના પો.સ.ઇ. વી.આર. જાડેજા તથા પો.હેડ કોન્સ. હીતેન્દ્રસિંહ ઝાલા તથા અસ્લમખાન મલેક પો.કોન્સ. મહીપતસિંહ મકવાણા તથા ભરતસિંહ મસાણી, સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતાં.

એસ.ઓ.જી. શાખાના પો. કોન્સ. મહીપાલસિંહ રાણાને મળેલ બાતમી આધારે રવિભાઇ રજનીભાઇ શાહ જાતે જૈન ઉ.વ.ર૮ ધંધો ડ્રાઇવીંગ રહે. સુ.નગર કામનાથ મહાદેવ મંદિર પાસે વર્ધમાનગર મકાન નં. ર૦, રજનીકાંતભાઇ રમણલાલ શાહ જાતે જૈન ઉ.વ.૬૪ ધંધો નિવૃત રહે. સુ.નગર કામનાથ મહાદેવ મંદિર પાસે વર્ધમાનગર મકાન નં. ર૦, સંજયભાઇ રસીકભાઇ સુરેલા જાતે. ચુ.કોળી ઉ.વ.ર૯ રહે. સુ.નગર વર્ધમાન કોલોની શેરી નં. ૧ ડો. પરીખ હોસ્પિટલ વાળી ગલીમાં, જીતેન્દ્રભાઇ મહાસુખભાઇ ગાંધી જાતે જૈન ઉ.વ.પપ ધંધો-મંજુરી રહે. સુ.નગર નારાયણનગર-૩, રૂપાળીમા મંદિર પાસે, નવીનભાઇ કાન્તીલાલ ઠક્કર જાતે. લુવાણા ઉ.વ.પપ રહે. સુ.નગર લક્ષ્મીપરા શેરી નં. ર સ્કૂલ નં. ૧રની પાછળ વાળાઓને આરોપી નં. ૧ વાળાએ પોતા અંગત ફાયદાસારૂ વરલી મટકાનો આંક ફેરકનો પૈસાની હારજીતનો જુગાર રમતા હતા. મોબાઇલ ફોન નંગ ૧૬ કિ. રૂ. ૮૦૦૦/- તથા રોકડા રૂ. ૩૮૦૩૦/- તથા વર્લી મટકાના સાહિત્ય મળી કુલ ૬૪૦૩૦ના મુદામાલ સાથે પકડાઇ જતા સુરેન્દ્રનગર સીટી એ-ડીવી. પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કર્યો છે.

(12:38 pm IST)