Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

મહુવાના ભગુડા મોગલ મંદિરનો ૨૨મો પાટોત્સવ : મોરારીબાપુ ઉપસ્થિત રહેશે

ભાનગનર, તા.૨૪ : મહુવા પાસે ભગુડાના મોગલમાં મંદિરનો ૨૨મો પાટોત્સવ ત્રિદિવસીય થશ, મહોત્સવની અંગે બોટાદના વકતા મહેશભાઇ ગઢવીએ જણાવ્યુ કે તા.૨૭ મીએ સવારે ૮.૩૦ કલાકથી શતચંડીયજ્ઞ, સર્વ રોગ નિદાન કેમ્પ, રાત્રે ૯.૩૦ કલાકે બીપીનભાઇ સઠિયા, મનહરદાન ગઢવી, પોપટભાઇ માલધારી, ગગન જેઠવા, ભોળાભાઇ આહિરની સંતવાણી તા.૨૮મીએ યજ્ઞટ્રીતીયદિન ઉજવાશે.

મહોત્સવમાં તા.૨૯મીએ રાત્રે ૮.૩૦ કલાકે શંકરદાન દેયા, યશકરણદાનરત્નુ, મેરૂભાભાઇ ગઢવી, વિદ્યારામજી હરિયાણી, લક્ષ્મણભાઇ બારોટ, દેવરાજભાઇ ગઢવી (નાનો ડેરો કચ્છ) સહીતક છ મહાનુભાવોને માનસ મર્મ પૂ.શ્રીમોરારી બાપુના હસ્તે માંગીલ શકિત એવોર્ડ અર્પણ કરી ભાવવંદના કરાશે, આ પ્રસંગે વિવિધ સ્થાનોના સંતો, મહંતો તેમજ પદ્યશ્રી ભીખુદાનભાઇ ગઢવી, રાજકીય સત્તાધીશોની વિશેષ ઉપસ્થિતી રહેશે, એવોર્ડ સમારોહના સંચાલક બોટાદના મહેશભાઇ ગઢવીએ અંતમાં જણાવ્યુ કે  આજદીને કિર્તીદાન ગઢવી, લક્ષ્મણ બારોટ, દેવરાજ ગઢવી (નાનો ડેરો), અનુભા જામંગ (સુરેન્દ્રનગર) જીજ્ઞેશ કવિ, દિપક બાપુ હરીયાણી, ભરતદાન ગઢવી, રાજભા ગઢવી, હરેશદાનસુરૂ, શંકરભાઇ આહિર નાજાભાઇ આહિર વી. સ્વર સાધકો સંતવાણી પીરશસે, સર્વો માટે સામુહીક મહાપ્રસાદનો લાભ લેવા લોક સાહીત્યકાર માયાભાઇ આહિરએ એક યાદીમાં નીમંત્રણ પાઠવ્યુ છે.

(11:52 am IST)