Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

હળવદમાં જન્મદિનની ઝુપડપટ્ટીના બાળકો સાથે ઉજવણી

હળવદ : ફ્રેન્ડસ યુવા ગ્રુપ દ્વારા ગ્રુપના પ્રમુખ વિશાલ જયસ્વાદના જન્મદિનની ઉજવણી હળવદ બાયપાસ પાસે આવેલ ઝુપડપટ્ટીના બાળકો સાથે કરવામાં આવી હતી. આ ઉજવણીમાં બધા બાળકોને બર્થ ડે કેપ પહેરાવી, ત્યારબાદ કેક કાપી બાળકોને કેક ખવડાવી અને ભરપેટ પફનો નાસ્તો કરી ત્યા ઉજવણી કરી હતી. આમ આ ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપએ સમાજને નવી રાહ ચિંધતો સંદેશો આપ્યો છે. લોકો પોતાનો જન્મદિન હોટલોમાં જઇ પરિવાર સાથે મનાવતા હોય ત્યારે આ નવયુવાનોએ સમાજને ખુબ જ સારો સંદેશો આપ્યો છે. ઉજવણી બાદ ગૃપના પ્રમુખ વિશાલ જયસ્વાદએ બધા સભ્યોનો આભાર માન્યો હતો. સફળ બનાવવા ગૃપના ઉપપ્રમુખ બિપિનભાઇ કાપડીયા તેમજ સભ્યો અમન ભલગામા, સન્ની ચૌહાણ, વિપુલભાઇ કરોત્રા, અજીતભાઇ ગોલતર, વિશાલ ગોસાઇ, મયુરભાઇ ગાંધી, જનક, અજુભાઇ વગેરે સફળ બનાવ્યો હતો. (તસ્વીર - અહેવાલ : હરીશ રબારી, હળવદ)

(11:51 am IST)