Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

ગારિયાધાર ન.પા.કચેરીમાં વિપક્ષ દ્વારા ધાંધલ-ધમાલ કચેરીના તમામ એસીના કનેકશનો કાપી નખાયા

વિપક્ષની ચેમ્બરમાં એસી મુકવાની માંગને ધ્યાને ન લેવાતા

ગારીયાધાર તા.ર૪ : ગારીયાધાર ન.પા.કચેરી ખાતે વિરોધ પક્ષ આકરા પાણી થતા કચેરી ખાતેના તમામ એસીના જોડાણો કાપી નાખવામાં આવ્યા હતા.

આજરોજ ગારીયાધાર ન.પા.કચેરી ખાતે લાંબા સમયથી વિપક્ષ દ્વારા વિપક્ષની ચેમ્બરમાં ઉનાળાના દિવસોના કારણે એસી મુકવાની માંગણી કરવામાં આવી હતી. પરંતુ તેમની રજુઆતને ધ્યાને ન લેવાતા આજે વિપક્ષ લાલઘુમ બનીને કચેરીના ચિફ ઓફીસર, પ્રમુખ, ઉપપ્રમુખ અને બાંધકામ શાખાના તમામ એસી.ને પાવર આપતા પ્લગો કાપી નાખવામાં આવ્યા હતા.

જયારે આ બાબતે સામા પક્ષે ભાજપા પક્ષના સદસ્યો આ પગલે ગારીયાધાર પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા વળી માત્ર એસી જ નહિં પરંતુ શહેરમાં બેસવા માટે મુકવામાં આવતા બાંકડાઓ અને ફાયર ફાઇટર મામલે પણ બઘડાટી બોલાવાઇ હતી.આમ ગારીયાધાર ન.પા.કચેરી ખાતે વિરોધ પક્ષે ભારે ધાધલ-ધમાલ મચાવીને સમગ્ર કચેરીને ઉંધા માથે લેવામાં આવી હતી.

(11:49 am IST)