Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

કુચીયાદડમાં પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવનો કાલથી પ્રારંભ : ૧૦૦થી વધુ દંપતિઓ હોમશે આહુતિઓ

ત્રિદિવસીય ધર્મોત્સવમાં દરરોજ વિવિધ ધર્મભીના કાર્યક્રમો પ્રસરાવશે 'પુણ્ય'નો પ્રકાશઃ સંત શિરોમણી નૃત્ય ગોપાલદાસજી મહારાજ (અયોધ્યા શ્રીરામ જન્મભૂમિ અધ્યક્ષ), શેરનાથબાપુ (જુનાગઢ) સહિતના સંતો-મહંતોનું રહેશે શુભ સાનિધ્યઃ ભાવિકોમાં અનેરો ઉત્સાહ

રાજકોટ,તા.૨૪:  કુવાડવા પંથકના કુચીયાદડ ગામે  શ્રી રામજી મંદિરે આવતી કાલથી   ત્રિદિવસીય પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવનો આવતી કાલથી ધર્મભીના માહોલ વચ્ચે આસ્થાભેર પ્રારંભ થશે...એક સાથે ૧૦૦થી વધુ દંપતિઓ દ્વારા ભુદેવોના મંત્રોચ્ચાર સાથે હવનમાં હોમાનાર આહુતિઓ સાથે સાથે ગુંજનાર   શ્રીરામનામનો નાદ ચોતરફ પુણ્યનો પ્રકાશ પથરાવશે.

જેમાં પ્રથમ દિવસે સવારે ૬ વાગ્યે હેમાદ્રી દેહશુધ્ધિ, ૮ વાગ્યે ગણેશ પૂજન, ૧૦-૩૦ કલાકે મંડપ મુહુર્ત, ૧૦-૪૫ કલાકે સ્થાપિત દેવપૂજન, ૧૨ વાગ્યે જલયાત્રા બાદ અરણી મંથન દ્વારા અગ્નિ નારાયણ પ્રાગટય તથા રાત્રે ૯ વાગ્યાથી રાસ-ગરબા યોજાશે... બીજા દિવસે પણ વહેલી સવારેથી શ્રીરામચંદ્રજી, ઠાકોરદાદા, વિષ્ણુ-લક્ષ્મીજી, શિવ પંચાયત દેવ, રાજોપચાર પૂજા, કુટિર હોમ, જલાધિવાસ બાદ બપોરે ૨-૩૦ કલાકે નગરયાત્રાનું અયોજન છે.એવી જ રીતે ત્રીજા દિવસે પણ સવારે ૬ વાગ્યે પ્રાસાદાધિ વાસન, મૂર્તિન્યાસ વિધી, સ્થાપિત પ્રતિષ્ઠીત હોમ-મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાવિધી, કળશ ધજારોહણ, મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા બાદ બપોરે ૧ વા્યે બીડુ હોમાયા પછી ૧-૩૦ વાગ્યે મહાઆરતી યોજાનાર છે.

આ પ્રસંગે સંત શિરોમણી મહંત પૂ.નૃત્ય ગોપાલદાસજી મહારાજ (અયોધ્યા શ્રીરામ જન્મભૂમિ અધ્યક્ષ-મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ અધ્યક્ષ-શ્રી મણીરામદાસ છાવની, અયોધ્યા), મહંત શેરનાથ બાપુ (ગોરખનાથ આશ્રમ-જુનાગઢ), સત્યનારાયણદાસ (સાગર-એમપી), જાનકીદાસ (અયોધ્યા), રામરક્ષાદાસ (અયોધ્યા), કિશોરદાસ બાપુ (ઠાકરની જગ્યા-કુચીયાદડ), ભગવાનદાસ બાપુ-ત્યાગીજી (કરશનદાસ બાપુ મંદિર,કુચીયાદડ) સહિત વિવિધ ધર્મસ્થાનોના સંતો-મહંતોનું શુભ સાનિધ્ય રહેનાર છે...સાથે સાથે મુખ્ય અતિથી તરીકે પરેશભાઇ ગજેરા (પ્રમુખ-ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ), વિનુભાઇ સીરોયા (વિ.એમ.પટેલ ગૃપ), પૃથ્વીસિંહ જાડેજા (રાજકોટ તાલકા પંચાયત પ્રમુખ), અરવિંદભાઇ રૈયાણી (ધારાસભ્ય- વિધાનસભા ૬૮), મહમદ જાવેદ પીરજાદા (ધારાસભ્ય -વાંકાનેર), જાદવભાઇ દેવરાજભાઇ (સી.કે. ઇન્ડસ્ટ્રીવ્-કુવાડવા), ઠાકરશીભાઇ પાંચાભાઇ (પ્રમુખ-ખે.વી.સ.મં. કુવાડવા) સહિત વિવિધ મહેમાનો, અગ્રણીઓ ઉપસ્થિત રહશે.

ધર્મોત્સવ દરમિયાન પ્રથમ દિવસે  સવારે ૭-૩૦ કલાકેથી શ્રી ગેલ માતાજીનો નવચંડી યજ્ઞ પ્રારંભ થયા બાદ બપોરે ૨ વાગ્યે બીડુ હોમાશે...સાથે સાથે ત્રણે ત્રણ દિવસ સુધી ૩૫ કુંડી યજ્ઞ પણ ચાલુ રહનાર હોવાથી ભુદેવોના મંત્રોચ્ચાર સાથે યજમાન દંપતિઓ દ્વારા અગ્નિદેવતાની સાક્ષીએ આહુતિઓ હોમી પુણ્યનું ભાથું બંધાશે...મુખ્ય કુંડના યજમાનપદે મહેશભાઇ અજાણી, કળશ રોપણમાં મહેશભાઇ રામાણી અને ધ્વજારોહણના યજમાનપદે વિપુલભાઇ અજાણી બિરાજનાર છે.

અત્રે નોંધનીય છે કે, ૨૬મીએ રાત્રે ૯ વાગ્યેથી પ્રારંભ થનારા કસુંબલ લોકડાયરામાં રાજભા ગઢવી અને અલ્પા પટેલ સહિતના વિવિધ કલાકારો સાજીંદાઓ સાથે લોકગીત અને લોક સાહિત્યની રમઝટ બોલાવશે.યજ્ઞમાં શાસ્ત્રીજી દેવાંગ અદા (કુચીયાદડ), અમીત અદા (જારીયા) રહેનાર છે...ધર્મોત્સવને સફળ બનાવવા ગામના તમામ સેવાભાવી યુવાનો સહિત સૌ કોઇ જહેમતશીલ છે.ે

સૌ ભાવિકો કથા શ્રવણ સાથે સાથે મહાપ્રસાદનો પણ લાભ લઇ શકે તે માટે ત્રણેય  દિવસ સુધી બપોરે ૧૨ થી ૨ સુધી મહાપ્રસાદ ચાલુ રહેશે.

અત્રે નોંધનીય છે કે, પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે  અયોધ્યા શ્રીરામ જન્મભૂમિના અધ્યક્ષ અને અનંત શ્રી વિભુષિત વૈષ્ણવ કુલભુષણ સંતશિરોમણી  શ્રી નૃત્ય ગોપાલદાસજી મહારાજના રાજકોટમાં  પાવન પગલા પડવાના હોવાથી દર્શન-આર્શિવાદનો લાભ લેવા ભાવિકો અધીરા બન્યા છે.

ભાવેશભાઇ ગણેશભાઇ  દેથરીયા (મો.૯૮૭૯૦ ૦૪૧૪૦)ના નિવાસસ્થાન-ે  એબીસી હાઉસ, ૧૦/૧૮ શકિત સોસાયટી, સરદાર સ્કુલની પાછળ, સંતકબીર રોડ, રાજકોટ ખાતે બાપુના ઉતારાની વ્યવસ્થા થવાની હોવાથી તા.૨૫મીથી ૨૭ એમ ત્રણ દિવસ સવારે ૧૦ વાગ્યે દરમિયાન ભાવિકો દર્શન કરી શકશે...સૌ ધર્મપ્રેમીજનો, શ્રધ્ધાળુઓને લાભ લેવા મંદિરના પુજારી પ્રવિણદાસ કેશવદાસ ગોંડલીયા, ભાવેશભાઇ દેથરીયા અને સમસ્ત ગામ   દ્વારા જાહેર નિમંત્રણ પાઠવાયું છે.(ર્૪.૧)

(11:55 am IST)
  • અહો આશ્ચર્યમ ;ડોનાલ્ડ ટ્રમ્પએ ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગની કર્યા વખાણ :ટ્રમ્પએ કહ્યું કિમ અત્યંત આદરણીય વ્યક્તિ છે ;તેઓ બન્ને વચ્ચે વહેલીતકે બેઠક યોજાશે.:અમેરિકા કિમ જોંગની ક્રૂરતા અને છેતરપિંડી માટે લાંબા સમય માટે ટીકા કરી રહ્યું છે,તેવામાં અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પએ ઉત્તર કોરિયાના નેતાની પ્રશંસા કરતા આશ્ચર્ય ફેલાયું છે access_time 1:29 am IST

  • મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં સુરક્ષા દળોએ વધુ 6 નક્સલવાદીઓને ફૂંકી માર્યા : અગાઉ રવિવારના રોજ કર્ણાસુર જંગલમાં સુરક્ષાદળોએ 16 નકસલવાદીઓને ઠાર કર્યા હતા : છેલ્લા 48 કલાકમાં, સુરક્ષા દળોએ 22 નક્સલવાદીઓને મારી નાખ્યા છે:સોમવારે અહારી તાલુકાના રાજારામ ખલ્લા ગામમાં છ માઓવાદીઓને પથ્થરોથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો. access_time 1:23 am IST

  • રાજકોટ ના જયુબેલી પમ્પીંગ સ્ટેશન પાસે અચાનક ક્લોરીન ગેસ લીકેજ થયો : આસપાસનાં વિસ્તારના લોકોમાં મચી અફરાતફરી : ફાયરબ્રિગેડની તમે સ્થળ પર પહોચીને સ્થિતી પર કાબુ મેળવ્યો access_time 1:30 pm IST