Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

સુજલામ સુફલામ જળસંચય અભિયાન

જામનગર જિલ્લાના ખેડૂતોને સિંચાઇ યોજના, ચેકડેમ, તળાવોમાંથી વિનામૂલ્યે કાંપ ઉપાડવાની યોજના

જામનગર તા. ૨૪ : જામનગર જિલ્લામાં સિંચાઇ વિભાગ હસ્તક આવેલ જળાશયો તથા સિંચાઇ વિભાગ(પંચાયત) જામનગર હસ્તક આવેલ સસોઇ, પન્ના, રંગમતી, રૂપાવટી, ફુલઝર-૧, સપડા, વિજરખી, કંકાવટી, વોડીસંગ, ફુલઝર-૨, ઉંડ-૨, આજી-૪ તથા પંચાયત વિભાગની કુલ ૨૬ નાની સિંચાઇ યોજના, ચેકડેમ, તળાવોમાંથી 'સુજલામ સુફલામ જળસંચય અભિયાન' અંતર્ગત કાંપ કાઢવાનું આયોજન કરવામાં આવેલ છે. આ કાંપ જરૂરીયાતમંદ ખેડુતોએ વિનામૂલ્યે સ્વખર્ચે લઇ જવાનો રહેશે.

વિનામૂલ્યે કાંપ ઉપાડવાની યોજનાનો વ્યાપક પ્રમાણમાં ખેડુતોએ લાભ લેવા કાર્યપાલક ઇજનેર(રાજય) ફોન નં.૦૨૮૮- ૨૬૭૦૬૮૮ તથા કાર્યપાલ ઇજનેર(પંચાયત) ફોન નં. ૦૨૮૮- ૨૬૭૧૪૦૪ નો વધુ માર્ગદર્શન માટે સંપર્ક કરવા કાર્યપાલક ઇજનેરશ્રી જામનગર સિંચાઇ વિભાગ, જામનગરની યાદીમાં જણાવાયુ છે.

(11:42 am IST)