Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

જામજોધપુરમાં તસ્કરો ત્રાટકયાઃ ટ્રેકટરના બે શોરૂમ માંથી એક લાખની રોકડનો હાથફેરો

અમર ટ્રેકટર્સ, ખોડિયાર ટ્રેકટર્સને નિશાન બનાવી છનનઃ દોઢેક મહિના પછી ફરી ચોરીના બનાવથી વેપારીઓમાં ફફડાટ

જામજોધપુર તા.૨૪:અહીયા દોઢેક માસ પછી ફરી તસ્કરો સક્રિય થયા હોફ તેમ એક સાથે ટ્રેકટરના બે શોરૂમમાં ત્રાટકી એક લાખની મત્તા ઉસેડી જતા વેપારીઓમાં ફફડાટ પ્રસરવા લાગ્યો છે.

મળતી વિગત મુજબ જામજોધપુર ખાતે ગીંગણી રોડ ઉપર અમર ટ્રેકટર્સના તાળા તોડી તથા ટેબલના ખાનામાંથી રૂ.  રૂ. ૪૮,૫૦૦  બાજુમાં આવેલ ખોડિયાર ટ્રેકટર્સમાંથી પણ રૂ. ૪૮,૦૦૦ની રકમ અને એક કેમેરા ની મતાનો હાથફેરો મરી ગયા હતા.

બંન્ને શોરૂમ સંચાલકો સોમવારે સવારે પહોંચ્યા ત્યારે તુટેલા તાળા જોઇને અવાચક બની ગયા હતા. આ મામલે બાબુભાઇ ખાંટની ફરીયાદ પરથી પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુન્હો નોંધી શોધખોળ હાથ ધરી છે.

(11:39 am IST)