Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

ભાવનગરમાં જુગાર રમતા પ ઝડપાયા

ભાવનગર જીલ્લામાં દારૂ/જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નાબુદ કરવા સારૂ ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલ સે એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટરશ્રી ડી.ડી.પરમારની સુચના  હેઠળ પોલીસ કોન્સ. રાજદીપસિંહ ગોહીલ તથા વિશ્વદીપસિંહ ઝાલાને મળેલ સંયુકત બાતમી આધારે આખલોલ જકાતનાકા, પંચનાથ મહાદેવના મંદિર પાછળ બાવળની કાંટમાં જાહેરમાં  જુગાર રમતા ઇસમો (૧) જમાલભાઇ સતારભાઇ પઠાણ રહે. ઇન્દીરાનગર (૨) મુસ્તુફાભાઇ ઉર્ફે મુન્નો હાજીભાઇ સોરઠીયા રહે. ઇન્દીરાનગર (૩) મુકેશભાઇ પ્રતાપભાઇ ગામીત રહે. (૪) દીપકભાઇ રમેશભાઇ ભીલ રહે. (૫) પૃથ્વીરાજસિંહ મંગળસિંહ જાડેજા રહે. વાળાઓને રોકડ રૂપિયા ૧૧,૧૭૦/- તથા મોબાઇલ ફોન-૩ તથા ગંજી પાના મળી કુલ રૂપિયા ૧૭,૧૭૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે આ કામગીરીમાં એસ.ઓ.જી.ના હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહીલ તથા પોલીસ કોન્સ. રાજદીપસિંહ ગોહીલ તથા વિશ્વદીપસિંહ ઝાલા તથા પ્રદીપસિંહ દશરથસિંહ ગોહીલ તથા અતુલભાઇ ચુડાસમા તથા ધર્મેન્દ્રસિંહ હેમંતસિંહ ગોહીલ તથા બાવકુદાન ગઢવી તથા યોગીનભાઇ ધાંધલ્યા તથા ડ્રાઇવર મુકેશભાઇ મોહનભાઇ જોડાયા હતા

(11:38 am IST)