Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

ઘોઘાના ઉખરલા ગામે જુગાર રમતા ૮ ઝડપાયા

ભાવનગર, તા. ર૪ : ઘોઘા તાલુકાના ઉખરલા ગામની સીમમાં આવેલ વાડીમાં જુગાર રમી રહેલા જયપાલસિંહ જશુભા ઝાલા, હર્ષદભાઇ ભુરાભાઇ ચૌહાણ, મહેન્દ્રસિંહ જોરૂભા ઝાલા, અનિરૂદ્ધસિંહ ટીનુભા ગોહિલ, ાનભા મેખુભા ઝાલા, સિદ્ધરાજસિંહ જામભા ગોદહિલ, હરપાલસિંહ ચંદુભા ઝાલા અને યોગેશ વશરામભાઇ નામના આઠ શખ્સોને રોકડા રૂ. ર૧૦૬૦, નવ મોબાઇલ તથા ૩ મોટર સાઇકલ મળી કુલ રૂ. ૧૦૦પ૬૦ની મત્તા સાથે ઝડપી લઇ ઘોઘા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:37 am IST)