Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

વાંકાનેરમાં ફરી ડીમોલીશન

વાંકાનેર, તા. ર૪ :  નગરપાલીકાના મુખ્ય અધિકારી ચીફ ઓફિસર તેરૈયા તથા તેમના સ્ટાફ દ્વારા આજે ફરી મોટા પાયે ડીમોલીશન કાર્યવાહી હાથ ધરી છે.

અમરોડ, ગઢની રાંગ પાસે ના દબાણોને હટાવવા પુરા કાફલા સાથે ડીમોલેશન કાર્યવાહી હાથ ધરાઇ હોઇ લોકોની ખાસ્સી ભીડ જોવા મળી રહી છે. દબાણની અનેક ચીજવસ્તુઓ ટ્રેકટર દ્વારા ઉપાડાઇ રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કેટલાક સમય પૂર્વે વાંકાનેર શહેરમાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાયા બાદ લાંબા વિરામને પગલે દબાણ કર્તાઓ ભય વિહિન બન્યા હતા પણ ડીમોલેશન કાર્યવાહી પુનઃ હાથ ધરાવતા દબાણ કર્તાઓમાં ફરી ફફડાટ જોવા મળી રહયો છે. ચીફ ઓફીસરે જણાવેલ કે ગ્રીન ચોકથી ચાવડી ચોક સુધીનો બજાર રસ્તો સાંકડો કોઇ તેની પાર્કિંગ વ્યવસ્થા, હાલ જયાં દબાણો હટાવાઇ રહ્યા છે તે અમર રોડ-ગઢની રાંગ વિસ્તારમાં કરાશે.

(11:36 am IST)