Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

બાંટવા પાસે બાઇક સાથે નહેરમાં ખાબકતા ઠોયાણાના મેરનું મોત

જુનાગઢ તા.૨૪: બાંટવા નજીક બાઇક સાથે નહેરમાં ખાબકતા ઠોયાણાના યુવાનનું ગંભીર ઇજા થવાથી મૃત્યુ નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.

આ અકસ્માતની વિગતો એવી છે કે, રાણાવાવ તાલુકાના ઠોયાણા ગામનો રામભાઇ રામદે મોઢવાડીયા (ઉ.વ.૪૫)નામનો મેર યુવાન ગઇકાલે તેના જીજે ૨૫ એમ.૪૧૪૩ મોટર સાયકલ પર જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના બાંટવા પાસેના કોડવાવ ગામની નહેર નજીકથી પસાર થતો હતો.

ત્યારે કોઇ રીતે કાબુ ગુમાવતા રામભાઇ મોટરસાયકલ સાથે નહેરમાં ખાબકયા હતા. જેમાં ગંભીર ઇજા થવાથી તેમનું મૃત્યુ થયુ હતુ.

અકસ્માતની વધુ તપાસ બાંટવા પોલીસ કરી રહી છે.

(11:36 am IST)