Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

હકારાત્મક વલણ અપનાવી પ્રજાકીય પ્રશ્નોનું નિવારણ કરવું આવશ્યકઃ આયુષ ઓક

અમરેલીમાં સંકલન - ફરિયાદ નાગરિક પુરવઠા, સુરક્ષા અને પ્રિ-મોન્સુન કામગીરીની બેઠક યોજાઇ

અમરેલી તા. ૨૪ : કલેકટરશ્રી આયુષ ઓકના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી.

કલેકટરશ્રી આયુષ ઓકે શિક્ષણ, આરોગ્ય, પોષણ, પાણી-પુરવઠા અને સિંચાઇ, કૃષિ, સ્વચ્છ ભારત મિશન, દરિયાકાંઠાના તાલુકાઓમાં  વિવિધ આયોજન, ગરીબ-મધ્યમવર્ગના કુટુંબ માટેના આયોજન, વિવિધ વિભાગની યોજનાઓ સંબંધિત કામગીરી માટે હકારાત્મક અભિગમ અપનાવી ઘટતું કરવા કચેરીઓના અધિકારીઓને સૂચના આપી હતી. સાસંદ-ધારાસભ્યોએ પ્રાથમિક સુવિધા સંબંધિત પ્રશ્નોની રજૂઆત કરતા તેને સાંભળીને પ્રશ્નોના નિવારણ માટે કલેકટરશ્રીએ ખાતરી આપી હતી.

આ બેઠક ઉપરાંત જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સમિતિની તેમજ પ્રિ-મોન્સુન કામગીરીની બેઠક યોજાઇ હતી. જેમાં નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સમિતિની કાર્યવાહીની સમીક્ષા-ચર્ચા કરવામાં આવી હતી. ઉનાળા દરમિયાન પાણીની તંગી ન અનુભવાય તે માટે કરવામાં આવી રહેલી કામગીરીની વિગતો મેળવી ઘટતું કરવા સૂચના આપી હતી.

જિલ્લા કલેકટર કચેરી-અમરેલી ખાતે સાસંદશ્રી નારણભાઇ કાછડીયા, ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર, પ્રતાપભાઇ દૂધાત, જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશ નિરગુડે, જિલ્લા પોલીસ અધિકારીશ્રી જગદીશ પટેલ, વનસંરક્ષક ડો. સક્કિરાબાનુ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી ડોબરીયા, જિલ્લા આયોજન અધિકારીશ્રી ટોપરાણી, પ્રાંત અધિકારીશ્રી ઓઝા, શ્રી સતાણી, શ્રી ડાભી, શ્રી બોડાણા, જિલ્લા પંચાયત અને મહેસૂલ, નગરપાલિકા સહિત સંબંધિત કચેરીઓના અધિકારી-કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.(૨૧.૪)

(9:45 am IST)
  • દેવભૂમિ દ્વારકાના મીઠાપુરમાં ચાર વર્ષ પહેલા માતા અને તેની બન્ને પુત્રીઓની હત્યામાં, ત્રીપલ મર્ડરના કેસમાં ખંભાળિયા કોર્ટે આરોપી રામજાન ઉર્ફે મનન આમદ સોઢાંને આજીવન કારાવાસની સજા સંભળાવી છે. access_time 8:43 pm IST

  • ગુજરાતમાં પોતાના નેટવર્કમાં જબ્બર વધારો કરવા એરટેલ સાબદું:એરટેલે આજે ગુજરાતમાં તેના નેટવર્કના એકસપાન્સન માટે મેજર પ્લાન જાહેર કર્યા છે.: ગુજરાતમાં ૯ હજાર નવી સાઇટ અને ૨૦૦૦ કિ.મી.ની ફાઇબર ઓપ્ટિક લાઈન આ વર્ષમાં પાથરવામાં આવશે access_time 10:01 pm IST

  • કેનેડાના ટોરોન્ટોમાં પગપાળા જતા લોકોને વાને હડફેટે લેતા 10 લોકો ઘાયલ : આ અકસ્માત ફિન્ચ એવન્યુની યૉંગ સ્ટેટમાં થયો હતો: આ ઘટનામાં ઘણાં લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે: અકસ્માતને બપોરે 1:30 વાગ્યે થયો હતો : સ્થાનિક પોલીસએ અકસ્માતમાં ઘાયલ થયેલા કેટલા લોકોની પુષ્ટિ કરી નથી. access_time 1:19 am IST