Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

મોરબી:એક્ટિવા પર દારૂની હેરાફેરી કરતા ત્રણ શખ્સોને વાવડી રોડ પરથી ઝડપાયા

 

મોરબી પંથકમાં દારૂના ધંધાર્થીઓ પર પોલીસની ઘોસ ચાલુ છે ત્યારે એકટીવામાં દારૂની હેરાફેરી કરતા ત્રણ ઈસમો વાવડી રોડ પરથી ઝડપાયા છે.

મોરબી ડીવીઝન પોલીસે વાવડી રોડ પરની કારિયા સોસાયટી નજીકથી પસાર થતા એકટીવા નં જીજે ૦૩ ડીપી ૫૩૮૮ ને આંતરી તેની તલાશી લેતા ચાર બોટલ વિદેશી દારૂ વેચાણના ઈરાદે મળી આવતા એકટીવામાં સવાર આરોપી જીગ્નેશ ઉર્ફે જીગો રૈયા ભરવાડ રહે. મોરબી નવલખી રોડ, નવઘણ છનાભાઈ ભરવાડ રહે. કાલિકા પ્લોટ અને ભગવાનજી ઉર્ફે હકો ટીડાભાઈ ભરવાડ રહે. વાવડી રોડ કારિયા સોસાયટીવાળાને ઝડપી લઈને દારૂ અને એકટીવા સહીત ૨૬,૨૦૦ ની કિમતનો મુદામાલ જપ્ત કર્યો છે.

(10:06 pm IST)