Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

દ્વારકાના પુરંગા ગામે ત્રણ વર્ષની બાળા સાથે દુષ્કર્મ :પોલીસ ફરિયાદની તજવીજ

કપડાં ધોવા ગયેલી માતા સાથે ગયેલ બાળાને અજાણ્યો શખ્શ ઉઠાવી જઈને બળાત્કાર ગુજાર્યો :બાળાને તબીબી તપાસ માટે જામનગર લઈ જવાઈ

 

રાજકોટ :કઠુઆ,ઉન્નાવ અને સુરતમાં બાળકી પર દુષ્કર્મની ઘટનાથી સમગ્ર દેશમાં રોષ ફાટી નીકળ્યો છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના પુરંગા ગામે ત્રણ વર્ષની બાળા સાથે દુષ્કર્મ ગુજારાયાનું જાણવા મળે છે

 

  જાણવા મળ્યા મુજબ કપડાં ધોવા  શ્રમિક માતા સાથે ગયેલ બાળકીને કોઈ અજાણ્યો શખ્શે બાળકીને ઉઠાવી જઈને દુષ્કર્મ ગુજાર્યાની ઘટના બનતા પોલીસ ફરીયાદની તજવીજ હાથ ધરાઈ છે બાળાને જામનગર ખાતે તબીબી તપાસ માટે લઇ જવાયાનું આધારભૂત સુત્રોમાંથી જાણવા મળે છે

 

(12:27 am IST)