Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

વેરાવળના ઉબા ગામે ઝેર પીને માતા ૬ માસના પુત્ર સાથે કૂવામાં પડી : પુત્રનું મોત

વેરાવળ, તા.૨૩ : ઉબા ગામે સીમ વિસ્તારમાં રહેતા આહીર મહેશ સોલંકી ની પત્ની વિરલ ઉ.વ.૨૭ ઝેરી દવા પીધેલ હતી અને તેના પુત્ર કંયાશ ઉ.૬ માસ સાથે વાડી માં આવેલ કુવામાં કુદી પડેલ હતી તેથી બન્નેને ગંભીર હાલત માં

સારવાર માં લાવેલ જયાં ડોકટરે પુત્ર ને મૃતજાહેર કરેલ હતો માતા હજુ પણ બેભાન અવસ્થામાં હોય તેનું કોઈ નિવેદન લવાયેલ નથી પણ તેમના પરીવારજનોએ જણાવેલ હતું કે ધણા સમયથી અસ્થીર મગજ હોય અને તેને અમુક સમયે તોર ચડી જતો હોય જેથી આ પગલું ભરેલ હોય માતા ભાન માં આવ્યા બાદ તેમનું નિવેદન લઈ આ બનાવની જાણકારી મળશે આ બનાવ બનતા નાનકડા એવા ઉબા ગામમાં અરેરાટી ફેલાયેલ છે.

સુત્રાપાડા ના લાટી ગામે દેશીદારૂ નું જાહેર માં વેચાણ

સુત્રાપાડા તાલુકાના લાટી ગામે દેશીદારૂ જાહેર માં વેચાતો હોય અને આ દરીયાકિનારા નું ગામ હોય આ ગામ દેશી દારૂનું હટાણું બની ગયેલ હોય તેથી તાત્કાલીક પગલા લેવા માંગ ઉઠી છે. દરીયાકીનારા નું લાટી ગામ જયાં આશરે બે હજાર ની વસ્તી હોય ત્યાં  માણસોની અવર જવર હોય છે હજારો દેશીદારૂ ની કોથળીઓ વેચાતી હોય છે જેમાં મોટા ભાગ ના મજુર વર્ગ ગામ તથા આજુબાજુમાં રહેતો હોય તેબંધી માં આવી જતા તેમના પરીવારજનોની હાલત પણ કફોડી ગયેલ છે.

જુગર રમતા

સોમનાથ રેલ્વે સ્ટેશન પાસે જાહેરમાં જુગાર રમતા શબ્બીર ઉર્ફે ઇડો નુરભાઇ પંજા, શબ્બીર હુસેન ગઢીયા, ઇમતીયાઝ મહમદ કાલાવત, સલમાનભાઇ નજીરભાઇ ભાદરકા, ગુલામ હુસેન ઇબ્રાહીમ ભાદરકાને રૂ.પ૭૨પ સાથે ઝડપી જેલ હવાલે કરેલ છે.

(3:50 pm IST)