Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

દ્વારકા પાસે ટ્રેન નીચે મોત

સુરજકરાડીમાં ૬ વર્ષના અજય સોલંકીનું અપહરણ

ખંભાળીયા તા.૨૩: દ્વારકા થી ૨૩ કિમી દુર .. રેલ્વે ટ્રેક પર રૂડાચ રાણસીભાઇ રાયદેભાઇ અકસ્માતે પડી જતા અથવા ટ્રેન નીચે પડતુ મુકતા ગંભીર ઇજા થતા મરણ પામ્યાની જાહેરાત દ્વારકા પોલીસમાં રેલ્વે ના અધિકારી વિધાભુષણ રામક્રિષ્ના પ્રસાદ એ નોંધાવતા પોલીસ એ આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.

 

ઢેબર ગામે લાકડી મારી

ભાણવડ તાલુકાના ઢેબર ગામે રહેતા યુસુફભાઇ સુલેમાનભાઇ હીગોરા ઉ.૨૦ એ ક્રિકેટ મેચ રમતી વખતે હુશેનભાઇ બળુભાઇ બગીચાવાળાનો કેચ પકડી આઉટ કરેલ હોય જેનુ મખદુઃખ રાખી (૧) હુશેનભાઇ બલુભાઇ બગીચાવાળા (૨) ઇદ્રીશભાઇ ઇશાભાઇ ડોબલીયા એ અપશબ્દો બોલી લાકડી વડે હુમલો કરી ઇજા કર્યા ની પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસ એ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મીઠાપુર-દ્વારકામાં જુગાર

દ્વારકામાં ગોમતીઘાટ પાસે જાહેરમાં જુગાર રમતા (૧) કરણભા સમૈયાભા માણેક (૨) કારાભા રાજવારભા માણેક (૩) મુરૂભાઇ રાજાભાઇ ચાનપા રોકળ રૂ. ૩૯૦૦ સાથે જડપાઇ આવેલ જયારે (ફરારી) ભમીભાઇ ગોકળભાઇ ચાનપા નાશી જતા પોલીસ એ કાર્યવાહી હાથ ધરી છે.મીઠાપુરના ભીમરાણા ગામે રેલ્વેફાટક પાસે  જાહેરમાં જુગાર રમતા (૧) જાલમભા લખમણભા ભાયા (૨) મનુભા રવાભા નાપાણી (૩)હમીદ મજીદભાઇ પઠાણ (૪) વનરાજ ખેરાજભાઇ નાપાણી રૂ.૧૧૩૮૦ સાથે ઝડપાઇ આવતા પોલીસ એ કાર્યવાહી હાથ ધરી છે.

આરંભડામાં જુગાર

મીઠાપુર ના આરંભડા ગામે ગાયત્રીનગર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા (૧)જેઠાભાઇ દેવાભાઇ હાથીયા (૨)ખેંગારભાઇ વાલાભાઇ હાથીયા (૩)ડુડાભાઇ પરબતભાઇ હાથીયા (૪)નાગસિંહ દેસાભાઇ હાથીયા (૫) મેપાભાઇ પેથાભાઇચાનપા (૬)  મનસુખભાઇ દાનાભાઇ બગડાા (૭) પેથાભાઇ દેવરાજભાઇ પરમાર રૂ. ૩૫૪૫ સાથે જડપાઇ આવતા પોલીસ એ કાર્યવાહી હાથ ધરી છે.

બેરાજા ગામમાં ધમકી

ખંભાળીયા તાલુકા ના બેરાજા ગામમાં આવેલ પાવરીકા કંપની માં અવર જવર કરવાનો રસ્તો કાનાભાઇ મેરામણભાઇ ચાવડા નો પોતાનો હોય તેમ કહી કંપની ના અધિકારીઓને તથા કર્મચારીઓને અવાર નવાર ધાક ધમકી આપી રૂ. ૭૫૦૦૦૦ પંચોતેર લાખ કઢાવી લેવા માટે ધમકી આપીયાની પોલીસ ફરીયાદ કંપનીના અધિકારી દિપકભાઇ ચનાભાઇ ચાવડા એ ઉપરોકત આરોપી કાનાભાઇ ચાવડા વિરુધ્ધ ખંભાળીયા પોલીસમાં નોંધાવતા પોલીસ એ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

સુરજકરાડી ગામે અપહરણ

મીઠાપુરના સુરજકરાડી ગામે રહેતા લીલાબેન સુરેશભાઇ સોલંકી ના દિકરા અજય ઉ.૬ ને કોઇ અજાણ્યો વ્યકિત લલચાવી ફોસલાવી વાલીયણા માંથી અપહરણ કરી ગયાની પોલીસ ફરીયાદ બાળકની માતા લીલાબેન સોલંકી એ કરતા પોલીસ એ તપાસ હાથ ધરી છે.

ભોપલકા ગામે બંદુક પકડાઇ

કલ્યાણપુર તાલુકાના ભોપલકા ગામે થી આરોપી લાખાભાઇ ખંગારભાઇ જાડેજા ઉ.૨૫ વાળાને ગે.કા. દેશી બનાવટી બંદુક ીકમત રૂ. ૧૦૦૦ સાથે પકડી પાડતા પોલીસ એ આગળની કાર્યવાહી હાથ ધરી છે. (૧.૧૧)

(1:24 pm IST)