Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

જામનગરમાં ક્રિકેટનો સટ્ટોઃ રમાડતો ઝડપાયોઃ ૨૭ નામ ખૂલ્યા

જામનગર તા. ૨૩ : સીટી એ ડિવિઝનના એસ.એમ.જાડેજાએ રણજીતસાગર રોડ પર આવેલ ગ્રીનસીટી શેરી નં. ૯ માં રહેતા ધર્મેન્દ્રસિંહ ઉર્ફે સુખો મનુભા જાડેજા ઉ.વ. ૩ર એ  મુંબઈ–દિલ્હીના મેચ ટીવીમાં નિહાળી આરોપીઓ કરણ ચંદ્રકાંતભાઈ શુકલા, હિરેન મુકેશભાઈ રાઠોડ, જગુભાઈ, ચંદ્રપોલ, શીવ, ઈરફાન, વિકકી, બીબીડી, પ્રવિણભાઈ, વિજયભાઈ, આર.કે., વેસ્ટ, કરીમ, પટેલ, બાબુ, એચ.ડી.એફ.સી., રૂદ્ર, રીંકુ, દિનેશ, ધીરેન, સુભાષભાઈ, મનોજ, નરેશ, પ્રેમ, બોબી, પિન્ટુ સાથે ફોનમાં રનફેરનો જુગાર રમાડતા રેઈડ દરમ્યાન કુલ રૂ. ૧,૦૯,૯૦૦ સાથે ઝડપી પાડયો હતો.

સીટી એ ડિવિઝનના એસ.ડી. ચુડાસમાએ એસ.ટી. રોડ પર આવેલ બિલ્ડીંગની બીજામાળે ઓફીસ નં. ર૦૭ માં યોગેશ રમેશભાઈ વનીયરને આઈપીએલનો મેચ નિહાળી રનફેર અને હારજીતનો જુગાર રમાડતા રૂ. ૧રપ૦૦ તથા મોબાઈલ–૩ કિંમત રૂ. ૧પ૦૦ તથા ટીવી કિંમત રૂ. પ૦૦૦ મળી કુલ રૂ. ર૦ર૦૦ નો મુદામાલ સાથે ઝડપી પાડયો હતો જયારે વિરેન્દ્ર અને કાનો નાશી ગયા હતા.(૨૧.૨૩)

(1:23 pm IST)