Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

શિક્ષકોની ભરતી અને સાતમાં પગાર પંચનો અમલ કરવા નાયબ મુખ્યમંત્રીને રજુઆત

શિક્ષકોના અન્ય પડતર પ્રશ્નો સત્વરે ઉકેલોઃ હરેશભાઇ મોરી

સુત્રાપાડા તા.૨૩: ગીર સોમનાથ જીલ્લા માધ્યમિક સંઘ દ્વારા નાયબ મું. મંત્રી શ્રીને લેખીતમાં રજુઆત કરતા ઘણા લાંબા સમય થી પડતર પ્રશ્નો ને લઇને શિક્ષકો રજુઆત કરેલછે. જેમ કે અનુદાન લેતી માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયકોને ફિકસ પગાર ૩૮૦૯૦ કરવા બાબત તેમજ તા.૩૦/૬/૧૯૯૮ પછી નિયુકત થયેલા તમામ કર્મચારીઓને સહાયક તરીકે ના પાંચ વર્ષના સમયગાળાને ધ્યાને લઇ ઉચ્ચતર પગાર ધોરણ આપવા બાબત.

શિક્ષણ વિભાગ તા. ૧૭/૧૨/૧૫ ના ઠરાવ ક્રમાંક ઉમશ ૧૧૧૫-૧૨૧-ગં સચિવાલય ગાંધીનગર ના પરી પત્ર મુજબ માધ્યમિક વિભાગ માં વર્ગ દિઠ બે શિક્ષકો ના રેશિયા વર્ગ ઘટાડા કે નવી ભરતીનો અમલ કરવા બાબતે તેમજ સાતમા પગાર પંચ નું એરિયર્સ સત્વરે આપવા બાબત ઉપરોકત પ્રશ્નો બાબતે ઘટતું કરવા એવું ગીર સોમનાથ જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ ના પ્રમુખ શ્રી હરેશભાઇ જે. મોરી, મહા મંત્રી શ્રી કે.ડી. કામલીયા તેમજ અધ્યક્ષ દેવસીભાઇ જોરા, દ્વારા નાયબ મું. મંત્રી શ્રી લેખિતમાં કરવામાં આવી છે. (૧.૫)

(12:20 pm IST)