Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

મોરબીમાં છેતરપીંડી કરનાર મહિલા બ્રાંચ પોસ્ટ માસ્તરને કોર્ટે બે વર્ષની સજા ફટકારી

મોરબી, તા.૨૩ : મોરબીમાં વર્ષ ૨૦૦૨ ની સાલમાં બ્રાંચ પોસ્ટ માસ્તરે ગ્રાહકોના રૂપિયા તેના ખાતામાં જમા કરાવ્યા ના હોય અને નાણાની ઉચાપત કરવામાં આવી હોય જે અંગેનો કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતા આજે કોર્ટે સોળ વર્ષ બાદ મહિલા બ્રાંચ પોસ્ટ માસ્તરને ૨ વર્ષની કેદની સજા અને દંડ ફટકારવાનો હુકમ કર્યો છે.

બેલા રંગપર પોસ્ટ ઓફિસમાં બ્રાંચ પોસ્ટ માસ્તર તરીકે ફરજ બજાવતા મનોરમાંબેન ઠાકરે વર્ષ ૨૦૦૨ ની સાલમાં વિવિધ ખાતેદારોની રકમ પાસબૂકના જમા સિક્કો મારી રકમ પોસ્ટ ઓફીસના જમા રજીસ્ટરમાં જમા લીધેલ નહિ અને તે આ વાર્ષિક તપાસમાં ખુલતા ઇન્સ્પેકટર ઓફ પોસ્ટના ઇન્ચાર્જ કાન્તિલાલ પરમારે મનોરમાબેન ઠાકરે કુલ ૭૮,૯૦૦ ની ઉચાપત કર્યાની ફરિયાદ કરી હતી અને આં અંગેનો કેસ એડી. ચીફ જયુડી. મેજી. મોરબી જીજ્ઞેશ દમોદ્રાની કોર્ટમાં કેસ ચાલી જતા કોર્ટે આરોપી મહિલા બ્રાંચ પોસ્ટ માસ્તરને આઈપીસી કલમ ૪૦૯ હેઠળ ૨ વર્ષની કેદ અને ૫૦૦૦ રૂપિયાનો દંડ તથા ૪૬૫ કલમમાં છ માસની સજા અને ૨૦૦૦ દંડ તથા ૪૬૮ અંતર્ગત ૨ વર્ષની સજા અને ૪૭૧ કલમ હેઠળ એક વર્ષની સજા અને ૨૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો છે અને દંડ ના ભારે તો વધુ ત્રણ માસની જેલની સજા ફટકારવાનો હુકમ કરવામાં આવ્યો છે આં સજા આરોપીએ એકીસાથે ભોગવવાનો હુકમ કર્યો છે.

આ કેસમાં સરકારી વકીલ આર.એ. ગોરી રોકાયેલા હતા. (૨૩.૪)

(12:19 pm IST)