Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

કાલથી લોધિકાના ઈટાળા ગામમાં પાંભર પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ

વ્યાસાસને રાણસીકીના કથાકાર શાસ્ત્રી કૌશિકભાઇ ભટ્ટ : વિવિધ પ્રસંગો ધામધુમથી ઉજવાશે

રાજકોટ તા.૨૩ : સમસ્ત  પાંભર પરિવાર દ્વારા વૈશાખ માસમાં તા.૨૪ થી ૩૦ એપ્રિલ સુધી પાંભર ઈંટાળા ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું ભવ્ય આયોજન કરેલ છે. આ કથાનું રસપાન રાણસીકીના યુવા કથાકાર શાસ્ત્રી કૌશિકભાઇ ભટ્ટ કરાવશે.

કાલે તા.૨૪ને મંગળવારે સવારે ૯ વાગ્યે પોથીયાત્રા સાથે શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ થશે. તા.૨૫ના ધ્રુવચરિત્ર તા.૨૬ના નૃસિંહપ્રાગટ્ય તા.૨૭ના રામ પ્રાગટ્ય તેમજ નંદમહોત્સવ તા.૨૮ના ગીરીરાજ ઉત્સવ તા.૨૯ના રૂકમણી વિવાહ  તા.૩૦ના સાંજે પ.૩૦વાગ્યે કથા વિરામ લેશે. તા.૦૧/૦૫/૨૦૧૮ના રોજ વિશાળ દશાંશયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે.

ભવ્ય ધાર્મિક કાર્યક્રમની સાથોસાથ અનેક સામાજીક તેમજ શૈક્ષણિક પ્રવૃતિઓનું પણ આયોજન કરેલ છે. રાત્રે કાર્યક્રમોમાં ભવ્ય લોકડાયરો , પરિવાર ગૌરવ સન્માન તેમજ વડીલ વંદના કાર્યક્રમ તેમજ વિવિધ જાતના નાક મંડળોનો સમાવેશ કરવામાં આવેલ છે. દિવસ દરમિયાન , બ્લડ ડોનેશન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ તેમજ સ્વચ્છતા અભિયાન કાર્યક્રમો રાખવામાં આવેલ છે.

 ત્રણ વિશાળ ખેતરોમાં ઉભા થનાર વિશાળ સમિયાણામાં આશરે પચાસેક હજાર માણસોના ભોજન તથા ઉતાાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવા વિવિધ ૨૦ જેટલી સમિતિઓ બનાવી તેમાં ૫૬૦ જેટલા ચુનંદા સેવાભાવી કાર્યકરો પોતાની સેવા આપનાર છે.આ ભાગવત જ્ઞાનયજ્ઞમાં સામાજીક, શૈક્ષણિક ધાર્મિક અને અનેક મહાનુભવો પણ ઉપસ્થિત રહેશે. આ મહોત્સવનું યુ- ટયુબ તેમજ ફેઇસબુક ઉપર લાઇવ પ્રસારણ કરવામાં આવશે. આવા પવિત્ર ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા દરેક ભાઇ-બહેનો તેમજ વડિલોને સમસ્ત પાંભર પરિવારનું નિમંત્રણ પાઠવ્યુ છે. તેમ ભુવા લાખાભાઇ પાંભરની યાદીમાં જણાવ્યુ છે.(૪.૨)

(12:19 pm IST)