Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

કુંકાવાવમાં અનેક સમસ્યાઓથી લોકો ભારે પરેશાન

કુંકાવાવ તા. ર૧ :.. ગ્રામજનોની કફોડી હાલત થતી જાય છે. તો ગામની એકમાત્ર તાલુકા પંચાયત કચેરી પણ જાણે ભ્રષ્ટાચારમાં ઓપપ્રોત બની હોય તેવો માહોલ સર્જાય રહ્યો છે. ગામમાં ભુગર્ભ ગટરની સમસ્યા ઉદભાવી રહી છે.

મધ્યાહન ભોજનની તપાસણી પણ માત્ર પેપર પર થતી હોય તેવુ લોકોને લાગે છે. અમુક લાગતા વળગતાના બીલ જલ્દી  પાસ કરવામાં આવે તો અમુક કામોના બિલ જાણે કાંધીના પાટીયા પર ચડાવી દેવામાં આવતા હોવાનું પણ લોકો જણાવે છે. તાલુકા પ્રમુખ તરીખે મહિલા સદસ્યની નિમણુક છે. પરંતુ કામ તેમના પતિદેવ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે.

જો કે સામાન્ય જનતાને શૌચાલયની સુવિધા સર્વે વગેરેમાં પણ દક્ષીણા વગર ન થતુ હોય તેવા આક્ષેપ જનતા લગાવે છે. તો મોટો પ્રશ્ન કે ઓફીસમાં કામ કરતા સ્ત્રી કર્મચારીઓ માટે શૌચાલય માટે અસુવિધા છે.

નાજાપુર ગામને જોડતો રસ્તો બનવાની પ્રક્રિયા શરૂ છે. પરંતુ ગોકળગાયની ગતિથી ચાલતા કામથી આગામી સમય ચોમાસામાં પ્રજાહિતને ધ્યાનમાં રાખી રસ્તો ચાલુ થશે કે કેમ તે પહાડ જેવો પ્રશ્ન બન્ને ગામના લોકોને લાગી રહ્યો છે. પરંતુ તેમ છતાં અધિકારી મુલાકાત કયારે કરે છે. તેની માહિતી સામાન્ય માણસને જણાતી નથી. હોય તો તાલુકા વિકાસ કાર્યોમાં પણ તેમની સહી ચલાવવામાં આવતી હશે ? આવા અનેક તર્ક-વિતર્ક જનતામાં ચર્ચાસ્પદ બની રહ્યા છે. મોટા મસ બીલો તાત્કાલીક પાસ થાય તો નાના બિલને પાસ થતા વર્ષ જેવો સમય લાગી રહ્યો છે. તેવી ચર્ચાએ જોર પકડયુ છે. (પ-૧પ)

(12:17 pm IST)